Matthew 15

Matthew 15:1

Matthew 15:4

ફરોશીઓ કેવીરીતે તેમના રિવાજોથી ઈશ્વરના વચનોને વ્યર્થ કરે છે તેની માટે ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?

જે મદદ તેમના માં બાપને કરવાની હોય તે પૈસા "ઈશ્વરને અર્પિત" એવું કહીને ફરોશીઓ બાળકોને તેમનાથી બચાવે છે [૧૫:૩-૬]

Matthew 15:7

ફરોશીઓના હોઠો અને હૃદયો વિષે યશાયાની શું ભવિષ્ય વાણી હતી?

યશાયાએ ભવિષ્ય વાણી કરી હતી કે ફરોશીઓ ઈશ્વરને તેમના હોઠોથી માન આપે છે પણ તેમના હૃદયો ઈશ્વરથી ઘણા દૂર છે [૧૫:૭-૮]

ઈશ્વરના વચનો શીખવવાને બદલે ફરોશીઓ શું સિંધ્ધાત શીખવતા હતા?

ફરોશીઓ માણસોની આજ્ઞા સિંધ્ધાત તરીકે શીખવતા હતા [૧૫:૯]

Matthew 15:10

ઈસુએ કહ્યું કે માણસને શું વટાળતું નથી?

ઈસુએ કહ્યું કે માણસ જે ખાય છે તે તેને વટાળતું નથી [૧૫:૧૧, ૧૭, ૨૦].

ઈસુએ કહ્યું માણસને શું વટાળે છે?

ઈસુએ કહ્યું કે જે માણસના મોમાંથી આવે છે તે માણસને વટાળે છે [૧૫:૧૧,૧૮-૨૦]

Matthew 15:12

ઈસુએ ફરોશીઓને શું કહ્યા અને તેમની સાથે શું થશે?

ઈસુએ ફરોશીઓને અંધ દોરનાર કહ્યા અને તેઓ ખાડામાં પડનાર થશે [૧૫:૧૪]

Matthew 15:15

Matthew 15:18

હૃદયથી શું પ્રક્રિયા થાય છે જે માણસને વટાળળે છે?

હૃદયમાંથી દુષ્ટ વિચારો, હત્યા, વ્યભિચાર, જાતીય અનૈતિકતા, ચોરી ,જુઠી સાક્ષી અને અપમાનની પ્રક્રિયા થાય છે [૧૫:૧૯]

Matthew 15:21

જયારે કાનની સ્ત્રીએ દયા પામવાને તેને બૂમ પાડી ત્યારે ઈસુએ પ્રથમ શું કર્યું?

ઈસુએ તેને કશો જ જવાબ આપ્યો નહિ [૧૫:૨૩]

Matthew 15:24

ઈસુએ સ્ત્રીને શું કારણ આપ્યું કે તે કેમ તેને મદદ નથી કરતો?

ઈસુએ કારણ આપ્યું કે તે ફક્ત ઇઝરાયલના ખોવાયેલા ઘેટા માટે મોકલવામાં આવેલો છે [૧૫:૨૪]

Matthew 15:27

જયારે કનાની સ્ત્રી વધુ અરજ કરે છે ત્યારે ઈસુ તેને અને તેને માટે શું કહે છે?

ઈસુએ કહ્યું કે સ્ત્રીને ઘણો વિશ્વાસ છે અને તે તેની ઇચ્છા પૂરી કરશે [૧૫:૨૮]

Matthew 15:29

ગલીલમાં ઈસુની પાસે આવેલા મોટા ટોળા માટે તેણે શું કર્યું?

ઈસુએ મૂક, પાંગળા, અપંગ અને અંધને સાજા કર્યા [૧૫:૩૦-૩૧]

Matthew 15:32

ટોળાને ખવડાવવા માટે શિષ્યો પાસે કેટલી માછલી અને રોટલી હતી?

શિષ્યો પાસે સાત રોટલું અને થોડી માછલી હતી [૧૫:૩૪]

Matthew 15:36

ઈસુએ માછલી અને રોટલીનું શું કર્યું?

ઈસુએ માછલી અને રોટલી લીધી અને આભાર માનીને રોટલી તોડીને તેના શિષ્યોને આપી [૧૫:૩૬]

કેટલા માણસો રોટલી અને માછલી ખાઈને તૃપ્ત થયા?

ચાર હજાર માણસો,અને તેમની સાથે સ્ત્રીઓ અને બાળકો ખાઈને તૃપ્ત થયા [૧૫:૩૮]

દરેક જણે ખાધા પછી કેટલું ખાવાનું વધ્યું?

દરેક જણે ખાધા પછી ખાવાની સાત ટોપલીઓ ભરાઈ [૧૫:૩૭]