અધ્યાય -૧

1 દેવ બાપણે વ્હાલા ; ઈસુ ખ્રિસ્તણે હારુ હાચવી રાખાયન ને તેળાવીનાહાય સંતોણે પત્ર નખનાર, ઈસુ ખ્રિસ્તણે દાસ, યાકુબણે ફાહા યહૂદા.

2 તુમાહાય દયા, શાંતિ ને પુષ્કળ પ્રેમ પ્રાપ્ત હોવી. 3 વ્હાલા ફાહાવાય, આપળે સામાન્ય ઉદ્ધાર વિશે તુમારે પાર નખણે હારુ હાય ખણો આતુર હોતનો, હેવામાં જે વિશ્વાસ સંતોહોય એકુજ વાર આપવામાં આવનો હોતન, તીયાણે ખાતર તુમારે ખંતથી યત્ન કરવાણ હેવો બોધ પત્ર દ્વારા તુમાહાય કરવાણી માને અગત્ય જાણાય.

4 કેહ કા જીયાણે શિક્ષાણે હારુ આગાલથી નિર્માણ કરવામાં આવા હા, તેવા કતરાક માણાહાય ગુપ્ત રીતે આપળેમાં આવા હા ; તી અધર્મી હા ને આપળે ઈશ્વરને કૃપાણે, ઉપયોગ ખોટી રીતે કરતે હા ને ઈસુ ખ્રિસ્ત જો આપળે એખનો પ્રભુ ને ઈશ્વર હા તિયાણે ઇનકાર કરતે હા. 5 હવે તુમે બદ જાણી નેદ હા ખર, તોયેબી હાય તુમાંહાય યાદ કરાવણે માગતો હામ કા પ્રભુએ મિસર દેશમાંથી લોકાહાય છોડાવ્યા ફૂટી અવિશ્વાસીહીય નાશ કયરો.

6 ને જીયા નર્કદૂતાહાય પોતાણે જાગા હાચવી રાખીયે કાયની ફણ છોડી દેદ તીણાહાય મોટા દિહાણા ન્યાયચુકાદા હુદી તીયણાહાય અંધકાર માણે સનાતન બંધનમાં રાખ્યા હા. 7 તેહેજ સદોમ ને ગમોરા ને તીયણે મેરે મેરેણે હેરામાં, હેવી જ રીતે વ્યભિચારમાં ને અનુચિત દૂરાચારમાં ગરક હોઈને, અનંત અગ્નિણે દંડ સહન કરીને ચેતીવણે હારુ નમૂના રૂપે જાહેર હોવ ના હા.

8 તોયે ફણ હેવી જ રીતે ફણ તી સ્વચ્છંદીઓ પોતાણે શરીરને ભ્રષ્ટ કરતે હા, અધિકાર ને તુચ્છ ગણતે હા ને આકાશણે જીવાહાય ટીકા કરતે હા. 9 ફણ મિખાયેલ પ્રમુખ દુતે જીયા શેતાનને હારી મુસાણે મુડદા વિશે તકરારકરીને વિવાદ કદો, તીયા તીયણાહાય નિંદા કરીને આરોપ મુકવાણી હિંમત કદી કાઈની, ફણ હતરજ કય કા, પ્રભુ તિયાણે ધમકાવ.

10 તોયે ફણ તીણાહાય વિશે કાય જાણતા કાયની તીયા બાબતમાં તી બદે નિંદા કરતે હાને નિબુદ્ધ પશુઓણે કાણી તીયાણે તે સ્વાભાવિક હમજીતે હા તીયામાં પોતાણે ભ્રષ્ટ કરતે હા.

11 તીણાહાય અફસોસ કેહકા તે કાઈનને વાટે ગયા, તેહે જ દ્રવ્ય લાલસાને હારુ બલામણે માર્ગમાં ધસી ગયા ને કોરાહના બંડમાં નાશ પામ્યા. 12 તે તુમારે હારી ખાતે હા, તીયા તુમારે પ્રેમ ભોજનમાં કલંકરૂપ હા, તી નીડરતાથી પોતાણે પોષણ કરતે હા, તી વાયરાથી હડસેલાંતા નિર્જળ વાડલે હા, તી પાનાહા વગારને, ફળ વગારને , બે વખત મરીને તી ઉખડી નાખવામાં આવને ઝાડવે હા.

13 તી પોતાણે બદનામીણે ફીણ કાડનારે, દરિયાણે તુફાનણે મોજા હા, તે ભટકનારે તારા હા, કા, જીયાણે માટે ઘોર અંધકાર કાયમ માટે રાખીનો હા. 14 વલીતીયેણે વિશે ફણ આદમથી હાતમી પેઢીણે પુરુષ હનોખે ભવિષ્ય વચન કય હા કા, હેદા,

15 બદાહાય ન્યાય કરને, બધે અધર્મીઓએ જે બધા અધર્મી કામે અધર્મીપણામાં કદે ને અધર્મી પાપીયાહાય તીયાણે વિરુદ્ધ જી કઠણ વચનો ક્યાં, તીયા વિશે ફણ તિયણે બધાહાય અપરાધી ઠરાવાણે પ્રભુ પોતાણે હજારો હજાર સંતો સહીત આવા.

16 તે બધા બકબક કરનારા, અસંતોશી ને પોતાણે દુર્વાસના પ્રમાણે ચાનનારા હા, તે મુઆંથી ગર્વિષ્ઠ વચનો બોનતા હા, તે સ્વાર્થણે હારુ ખુશામત કરનારા હા. 17 ફણ વ્હાલા, ફાદવાહાય આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પ્રેરિતોએ જી વચનો આગાલથી કયને કા, તીયાણે તુમે યાદ કરા

18 તીણાહાય તુમાહાય કય હા કા છેલ્લા સમયમાં નિંદાખોરો ઉભા હોય, તે પોતાણે અધર્મી વાસનાકાઆણી યાની.

19 તી પક્ષ ઉબા કરનારા ને વિષયી હા, તીયણેમાં પવિત્ર આત્મા નાથ. 20 ફણ વ્હાલા ફાવાહાય તુમારે પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાણે મજબૂત કરીને, પવિત્ર આત્મામાં પ્રાર્થના કરીને

21 ને અનંતજીવનને અર્થે આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દયાણે વાટ હેદીને, ઈશ્વરને પ્રેમમાં પોતાણે કાબુમાં રાખા. 22 ને કતરેક જી સંદેહમાં હા તીયણે પાર દયા કરા.

23 ને કતરેક અગ્નિમાંથી બાર ખેંચી નાવીને બચાવા. ને કતરાક પાર ભય સહીત દયા રાખા ને દેહથી ડાઘ નાગી ના વસ્ત્રણો તિરસ્કાર કરા. 24 હવે જી તુમાહાય ઠોકર ખાવાથી બચાવી રાખી ને પોતાણે ગૌરવ સમક્ષ તુમાહાય નિર્દોષ ને પરમાનંદમાં રજુ કરણે સમર્થ હા, તીયાણે

25 એટલે આપળે ઉદ્ધારકર્તા એખના ઈશ્વરને, મહિમા, પરાક્રમ ને અધિકાર અનાદિકાળથી, અમેજ ને કાયમણે હોવજા. આમીન.