ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
“તેના બાર શિષ્યોને સાથે બોલાવી”
અહીં ખાતરીપૂર્વક લખવામાં આવ્યું છે કે આ અધિકાર ૧) અશુદ્ધ આત્માઓને કાઢવાનો, ૨) રોગ અને બીમારીઓ દૂર કરવાનો હતો.
“અશુદ્ધ આત્માઓને હાંકી કાઢવાનો”
“હરેક રોગ અને બીમારીઓ.” “રોગ” અને “બીમારી” બે અલગ બાબતો છે. રોગ માણસને બીમાર બનાવે છે, અને બીમારી એ રોગના કારણે શારીરિક કમજોરી અથવા મંદવાડ નિપજાવે છે.
ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે જે ૧૦:૧ થી શરૂ થયું.
ક્રમ પ્રમાણે, પદવી/હોદ્દા પ્રમાણે નહીં.
તેના શક્ય અર્થ, ૧) “ઝેલત જૂથનો સભ્ય” અથવા ૨) “ઉત્સાહી.” પહેલા અર્થનો મતલબ એ થાય કે એ એવા જૂથ/ગિરોહ નો સભ્ય હતો જે યહુદીઓને રોમન સલ્તનત થી આઝાદી અપાવા ચાહતા હતા. “ઝેલત” ને “દેશભક્ત” અથવા “સ્વાતંત્ર્ય સંગ્રામી” અથવા “રાષ્ટ્રવાદી” તરીકે પણ સમજી શકાય. બીજા અર્થ પ્રમાણે તે દેવના સન્માન માટે ખુબ જ ઉત્સાહી હોય એવો થાય, જેને “જોશીલો” કહી શકાય.
“માથ્થી જે પહેલાં કર ઉઘરાવનાર હતો”
જે તેને દગો કરનાર હતો.
ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે
“ઈસુએ આ બારે માણસને બહાર મોકલી દીધા” અથવા “એ બાર જન આ હતા જેમને ઈસુએ બહાર મોકલ્યા”
એક ચોક્કસ હેતુ સાથે ઈસુએ તેમને બહાર મોકલ્યા, “મોકલી દીધેલ” આ ક્રિયાપદ ઉપરથી જ “પ્રેરિત” નામ(સંજ્ઞા) મળે છે જે ૧૦:૨ માં વપરાયું છે.
“તેમણે શું કરવાનું એ ઈસુએ તેમને કહ્યું.” આને “તેણે તેમને આજ્ઞા કરી કે” એમ પણ સમજી શકાય.
પોતાના પાલક થી ઘેટાં વિખૂટાં પડી ખોવાઈ જાય એ રૂપક વાપરી આખા ઇસ્રાએલ દેશની જે પરિસ્થિતિ છે તેની સરખામણી કરેલ છે. (જુઓ: રૂપક)
આ આખા ઇસ્રાએલ દેશની વાત છે. અને “ઇસ્રાએલ લોક” અથવા “ઇસ્રાએલના વંશજ” એમ પણ સમજી શકાય. (જુઓ: )
સર્વનામ “તમે” બાર શિષ્યોને દર્શાવે છે.
જુઓ 3:૨.
ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે જે ૧૦:૧ થી શરૂ થયું.
બાર શિષ્યોની વાત છે.
તમારી પાસે આમાંનું કશું ના રાખો.
“લેવું”, “કોઈની પાસેથી મેળવવું” અથવા “સાથે રાખવું”
આ ધાતુઓનો ઉપયોગ સિક્કા(એ સમયનું નાણું) બનાવવા માટે થતો. તેથી આ ધાતુ નાણાંની સૂચક છે.
આનો મતલબ પૈસા રાખવાનો પટ્ટો/કમરબંધ, પણ જેમાં પણ પૈસા રાખી શકાય તેને માટે આ વાપરી શકાય. પટ્ટો/કમરબંધ એ લાંબો કાપડ કે ચામડાનો ટુકડો કે જે કમર ફરતે વીંટાળાય. એ સામાન્ય રીતે એટલો પહોળો હોય કે તેને વાળી પૈસા મૂકી શકાય.
આ કદાચને કોઈપણ બેગ કે જે મુસાફરી વખતે સમાન રાખવા માટે વપરાય તે હોઈ શકે, અથવા કોઈ પૈસા કે ખોરાક માટે બેગ વાપરે એવી.
ઝભ્ભા, જુઓ: ૫:૪૦.
“કામદાર”
“જેની તેને જરૂર છે”
ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે જે ૧૦:૧ થી શરૂ થયું.
આ સર્વનામ બાર શિષ્યો માટે વપરાયા છે.
“કોઈ પણ ગામ અથવા શહેરમાં તમે પ્રવેશો” અથવા “દરેક ગામ અથવા નગરમાં તમે જાઓ”
“મોટા શહેરમાં...નાનાં ગામ માં” અથવા “મોટા નગરમાં...નાનાં નગરમાં.” આ એ જ શબ્દો વપરાયા છે જે ૯:૩૫ માં જોવા મળે છે.
“તે શહેર અથવા ગામ માંથી નીકળો નહીં ત્યાં સુધી જે તે વ્યક્તિના ઘરે જ રહો”
“જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો ત્યારે ઘરમાં રહેતા સર્વને સલામ કહો.” એ દિવસોમાં “આ ઘરમાં શાંતિ વસો” એવી સલામી પાઠવવામાં આવતી. (જુઓ: )
“જો તે ઘરનો પરિવાર તમારો આદર સત્કાર કરે” અથવા “જો તે ઘર માં રહેનારા તમારી સાથે સારો વર્તાવ/વ્યવ્હાર કરે” (જુઓ: )
આના બે થી વધારે અર્થ શક્ય છે, ૧) જો તે ઘર પરિવાર યોગ્ય ન હોય તો દેવ પોતાની શાંતિ અને આશીર્વાદ તેમનાથી પાછા રાખશે, અથવા ૨) જો તે ઘર પરિવાર યોગ્ય ન હોય તો પ્રેરિત ઘરમાંથી નીકળતી વખતે દેવને તેમની ઘર માટેની સલામીનો સ્વીકાર ના કરવા કહે.
ઈસુ પોતાના બાર શિષ્યોને તેના કામ માટે બહાર મોકલે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે જે ૧૦:૧ થી શરૂ થયું.
“નગરમાં કોઈ પણ તમારો આવકાર ન કરે અથવા તમારું સાંભળે નહીં”
બાર શિષ્યોની માટે વપરાયું છે.
“તમારો સંદેશ ના સાંભળે” અથવા “તમારે તેમને જે કહેવાનું છે તે પર ધ્યાન ન આપે તો”
જુઓ: ૧૦:૧૧.
“તે નગર કે ઘર ની ધૂળ જે તમારા પગે લાગી છે તે ખંખેરી નાખો.” દેવે પણ આ ઘર અથવા નગર નો નકાર કર્યો છે એની એ નિશાની છે.
“યાતના ઓછી થશે”
“એ લોકો કે જે સદોમ અને ગમોરાહ માં રહેતા હતા,” જેમનો દેવે આકાશના અગ્નિ થી નાશ કર્યો હતો. (જુઓ: )
જે નગર (શહેર) ના લોકો કે જેઓ પ્રેરીતોનો આવકાર ન કરે અથવા તેમનો સંદેશ ન સાંભળે. (જુઓ: )
ઈસુ પોતાના બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી જણાવે છે.
અહીં “જુઓ” આગળ હવે શું બનવાનું છે તે તરફ ધ્યાન દોરે છે. વૈકલ્પિક ભાષાંતર: “સાંભળો” અથવા “જે હું કહેવા જઈ રહ્યો છું તે પર ધ્યાન આપો”
ઈસુ તેમને એક ચોક્કસ ધ્યેય માટે બહાર મોકલે છે.
ઈસુ શિષ્યોને મોકલી દેવાની સરખામણી જાણે કે કોઈ સંરક્ષણ વિહોણા સાલસ પ્રાણીને જંગલી/ખૂનખાર પ્રાણીઓ મધ્યે જવાનું કે જે તેમની પર હુમલો કરે એની સાથે કરે છે. (જુઓ: ઉપમા)
સંરક્ષણ વિહોણા (જુઓ: ઉપમા)
આ ઉપમા “એવા લોકો કે જેઓ વરુઓ જેવા ખતરનાક છે” અથવા “એવા લોકો કે જેઓ જંગલી પ્રાણીઓ જેવો વ્યવ્હાર કરે” એમ દર્શાવે છે. (જુઓ: રૂપક)
“સમજણ થી વર્તો અને સાવધ રહો, સાથે નિર્દોષ અને ગુણવાન થાઓ.” (જુઓ: ઉપમા)
“ખબરદાર રહો, કારણ કે માણસો તમને સોંપી દેશે.”
“ધ્યાન રાખો,” અથવા “ખબરદાર રહો” અથવા “બહુ જ સંભાળ રાખો.” (જુઓ: રૂઢિપ્રયોગ)
યહુદા એ ઈસુને જે કર્યું તેને માટે પણ આ જ શબ્દ વપરાયો છે. વૈકલ્પિક ભાષાંતર: “તમને દગો કરશે” અથવા “તમને બંધી બનાવી તમારી વિરુદ્ધ કેસ કરશે”
અહીં નાની પ્રાદેશિક સભાની વાત છે જેમાં ધાર્મિક આગેવાનો/વડીલો સમાજ માં શાંતિ સ્થાપે. વૈકલ્પિક ભાષાંતર: કોર્ટ
“તમને કોરડા થી શિક્ષા કરશે”
“તેઓ તમને લઇ જશે” અથવા “તેઓ તમને ઢસડી જશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
“તમે મારા છો એ કારણ થી” અથવા “તમે મને અનુસરો છો એના લીધે”
સર્વનામ “તેઓ” યાં તો “રાજા અને હાકેમો” અથવા યહૂદી વિરોધીઓને દર્શાવે છે.
ઈસુ પોતાના બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
“જ્યારે લોકો તમને પકડાવી દે.” અહીં એ જ લોકોની વાત છે જે ૧૦:૧૭ માં છે.
સોંપી દે (જુઓ: ૧૦:૧૭)
સર્વનામ “તમે” અને “તમારાં” આ આખા ફકરામાં બાર શિષ્યો માટે વપરાયેલ છે
“ફિકર ન કરો”
“તમારે કેવી રીતે બોલવું અથવા તમારે શું બોલવું.” આ બે બાબતો સંયુકતપણે જોવા મળે છે. (જુઓ: )
“તે જ ઘડીએ” (જુઓ: )
આને “દેવ, તમારા આકાશમાં ના બાપનો આત્મા” એમ સમજવું વધુ યોગ્ય છે, અહીં પૃથ્વી પરના પિતાની વાત નથી.
“તમારા દ્વારા”
ઈસુ પોતાના બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
એટલે: “ભાઈ ભાઈને મારી નંખાવા સોંપી દેશે અને પિતા તેમનાં સંતાનોને મારી નંખાવા સોંપી દેશે”
જુઓ ૧૦:૧૭.
“તમારી વિરુદ્ધ બળવો કરશે” અથવા “તમારાથી વિરુદ્ધ થઈ જશે.
“તેમના મરણ માટે કારણભૂત બનશે” અથવા “તેમને મારી નાખવાનો અધિકાર તેમની પાસે હશે”
એટલે: “દરેક જણ તમારો ધિક્કાર કરશે” અથવા “સહુ તમારો દ્વેષ કરશે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
આ વિભાગમાં બાર પ્રેરીતો માટે વપરાયું છે.
“મારે લીધે” અથવા “કારણ કે તમે મારા પર વિશ્વાસ કરો છો”
“જે પણ વિશ્વાસુ રહેશે”
એટલે: “દેવ તેનો છુટકારો કરશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
“બીજા પાસેના નગરમાં નાસી જાઓ”
આવી પહોંચશે
ઈસુ પોતાના બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
આ એક સામાન્ય હકીકત બયાન કરેલ છે. અહીં કોઈ ખાસ શિષ્ય કે ગુરુના સબંધમાં કહેવાયું હોય એમ નથી. શિષ્ય તેના ગુરુ કરતા વધારે મહત્વપૂર્ણ નથી. તે એટલા માટે કારણ કે “તેને ગુરુ કરતા વધારે ખબર નથી,” અથવા “ગુરુ કરતા મોભામાં તે વધારે નથી” અથવા “ગુરુ કરતા એ વધારે સારો નથી.” વૈકલ્પિક ભાષાંતર: “એક શિષ્ય તેના ગુરુ કરતા હંમેશા ઓછો મહત્વપૂર્ણ છે” અથવા “એક ગુરુ તેના શિષ્ય કરતા હંમેશા વધારે મહત્વપૂર્ણ છે.”
આ એક સામાન્ય હકીકત બયાન કરેલ છે, કોઈ ખાસ માલિક કે ચાકરના વિશે વાત નથી. ચાકર “મોટો” નથી, અથવા તેના માલિક કરતા “વધારે મહત્વપૂર્ણ” નથી. વૈકલ્પિક ભાષાંતર: “અને ચાકર હંમેશા તેના માલિક કરતા ઓછા મહત્વ નો હોય છે” અથવા “માલિક હંમેશા ચાકર કરતા વધારે મહત્વપૂર્ણ હોય છે.”
દાસ/ગુલામ
માલિક
“શિષ્ય તેના ગુરુ જેવો થાય તો તેને સંતોષ થવો જોઈએ.”
“ગુરુના જેટલું જાણતો થાય” અથવા “એના ગુરુ સરખો થાય.”
“ચાકર તેના માલિક જેવો મહત્વપૂર્ણ થાય તેનાથી તેને સંતોષ થવો જોઈએ”
ઈસુની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, તેથી તેના શિષ્યોએ પણ એવા જ અથવા એથી પણ ખરાબ વ્યવહારની આશા રાખવી જોઈએ. (જુઓ: )
વૈકલ્પિક ભાષાંતર: “જો લોકોએ કહ્યો”
ઈસુ “ઘર ના માલિક” નું રૂપક પોતાના માટે વાપરે છે. (જુઓ: રૂપક)
મૂળભૂત ભાષામાં આનો ઉપયોગ યાં તો ૧) એ જ ભાષામાંથી ઉઠાવેલો શબ્દ “બાલઝબુલ” હોય અથવા ૨) તેનો ધારેલ/ઈચ્છિત અર્થ “શેતાન.” એમ હોય.
ઈસુ અહીં “તેના ઘરના લોકો” નું રૂપક શિષ્યો માટે વાપરે છે.
ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે તેમણે જે સહન કરવું પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
સર્વનામ “તેઓથી” જેઓ ઈસુના અનુયાયીઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેમને દર્શાવે છે.
આ સરખામણીનો મતલબ “માણસો જે કઈ છુપાવે છે તે સર્વ દેવ પ્રગટ/જાહેર કરશે.” (જુઓ: સરખામણી, પ્રત્યક્ષ અથવા પરોક્ષ)
આ સરખામણી નો મતલબ, “તમને અંધારામાં હું જે કહું છું તે તમે દિવસના અજવાળામાં કહો, અને તમે મને ધીમેથી જે કહેતા સાંભળો છો તે ધાબા ઓ પરથી પોકારો”
“હું તમને ગુપ્તમાં જે કહું” અથવા “હું તમને ખાનગીમાં જે કહું” (જુઓ: રૂપક)
“ખુલ્લા માં કહો” અથવા “જાહેરમાં કહો” (જુઓ: રૂપક)
“હું તમને કાનાફૂસી કરતા જે કહું”
“બધા સાંભળી શકે એવા મોટા અવાજ થી કહો.” ઈસુના સમયમાં ઘરના ધાબા સપાટ/સમતલ હતા, એના પરથી કોઈ બોલે તો દૂર સુધી લોકો સાંભળી શકે.
ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
“માણસોથી બીશો નહીં. તેઓ શરીરને મારી શકે પણ આત્માને મારી શકતા નથી.”
શારીરિક મરણ નિપજાવી શકે.
જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાય.
માણસના મૃત્યુ પછી પણ તેમને નુકસાન કરી શકે.
જે તે વ્યક્તિનો એવો હિસ્સો જેને સ્પર્શ કરી મહેસૂસ કરી શકાતો નથી અને જે શારીરિક મરણ બાદ પણ જીવંત રહે છે.
આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન આ રીતે પણ સમજી શકાય, “ચકલીઓનો વિચાર કરો. તેમનું મૂલ્ય એટલું ઓછુ હોય છે કે તમે એક નાનાં સિક્કા થી તમે બે ચકલીઓ ખરીદી શકો” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
આ બહુ નાનાં અને દાણાં ચણતાં પક્ષીઓનું રૂપક એવી બાબતો માટે વપરાયું છે જેને લોકો મહત્વનું ગણતા નથી.
નાનામાં નાનો સિક્કો હોય તેની વાત. એ સમયમાં તાંબા નો નાનો સિક્કો કે જે એક દિવસની મજુરીના વેતનનો ૧૬મો ભાગ થાય, ટૂંકમાં “બહુ થોડા પૈસા.”
આને આ રીતે પણ વ્યક્ત કરી શકાય, “તોપણ તેમાંની એકેય તમારા બાપની જાણ બહાર ભૂમિ પર પડતી નથી.” અથવા “જો તમારા બાપની ઈચ્છા હોય તો જ તેમાંથી એક ભૂમિ પર પડે” (જુઓ: )
“એક ચકલી પણ નહીં”
મરી જાય.
“તમારા માથા પર કેટલા વાળ છે તે પણ દેવ જાણે છે.” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
નોંધેલા
“દેવને માટે તમારું મૂલ્ય ઘણી બધી ચકલીઓ કરતાં વધારે છે.”
ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
“જે પણ બીજાને જણાવે કે તે મારો શિષ્ય છે” અથવા “જે પણ એવું સ્વીકારે છે કે તે મને વફાદાર છે”
સ્વીકાર કરવું
અન્ય લોકો આગળ
ઈસુ અહીં પ્રભુ દેવની વાત કરે છે.
“જે માણસોની આગળ મારો નકાર કરે છે” અથવા “જે માણસોની આગળ મારો અસ્વીકાર કરે છે” અથવા “જે કોઈ અન્યની આગળ એવું પોતે મારો શિષ્ય છે એવું સ્વીકારતો નથી” અથવા “જે કોઈ પણ મને વફાદાર નથી.”
ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
“એવું ના માનશો” અથવા “એવું ના વિચારો”
આ રૂપક હિંસક મૃત્યુ માટે વપરાય શકે.(જુઓ: “વધસ્તંભ” રૂપક)
“વિરુદ્ધ” અથવા “વિભાજિત કરવા” અથવા “જુદા પાડવા”
“વ્યક્તિના દુશ્મનો” અથવા “જે તે વ્યક્તિના સૌથી ખરાબ વૈરી”
“તેના ઘરના સભ્યો જ“
ઈસુ બાર પ્રેરીતોને પોતાના કામ માટે જે સતાવણી સહન કરવી પડશે એ સબંધી આગળ વાત કરે છે જે ૧૦:૧૬થી શરૂ થઈ.
વૈકલ્પિક ભાષાંતર: “જેઓ પ્રેમ કરે છે...તેઓ મારે લાયક નથી” અથવા “જો તમે પ્રેમ કરો છો...તમે મારે લાયક નથી.”
આને “જે પણ” અથવા “જે કોઈ પણ” સમજી શકાય.
“પ્રીતિ” માટે અહીં જે શબ્દ વપરાયો છે તે “ભાઈચારો/પારિવારિક પ્રેમ” અથવા “મિત્ર માટેનો પ્રેમ” દર્શાવે છે. અને આ રીતે પણ સમજી શકાય કે “કાળજી રાખવી/સંભાળ લેવી” અથવા “સમર્પિત હોવું” અથવા “ની ચાહના કરવી.”
અને આ રીતે પણ સમજી શકાય “તે મારો ગણાય એ લાયક નથી” અથવા “તે મારો શિષ્ય થવાને યોગ્ય નથી” અથવા “મારો ગણાવાને તે યોગ્ય નથી.” (જુઓ: )
વૈકલ્પિક ભાષાંતર: “જેઓ ઊંચકીને આવતા નથી” અથવા “જો તમે ઊંચકીને આવતાં નથી...તો તમે યોગ્ય નથી” અથવા “જ્યાં સુધી તમે ઊચકો નહીં...તમે નથી.”
મરવા માટે પણ તૈયાર રહેવા માટેનું આ રૂપક છે. (જુઓ: રૂપક)
“લઈને” અથવા “ઉઠાવીને”
વૈકલ્પિક ભાષાંતર: “જેઓ બચાવે છે...તેઓ ખોએ છે અને જેઓ ખોએ છે...તેઓ બચાવે છે.”
“બચાવી રાખે” અથવા “સાચવી રાખે” માટે આ વપરાયું છે. “જેઓ તેને બચાવી રાખે છે અથવા “સાચવી રાખે છે.” (જુઓ: )
વ્યક્તિ મરણ પામે એવો એનો અર્થ નથી. “પણ ખરેખરું જીવન નહીં મળે” (જુઓ: રૂપક)
વૈકલ્પિક ભાષાંતર: “ગુમાવી દેશે” અથવા “ગુમાવવા માટે તૈયાર હશે.”
“કારણ કે તે મારા પર ભરોસો રાખે છે.” અથવા “મારે લીધે” અથવા “મારે માટે” જુઓ: ૧૦:૧૮.
આ રૂપકનો મતલબ “સાચું જીવન મેળવશે.” (જુઓ: રૂપક)
ઈસુ પ્રેરીતોને સમજાવી રહ્યાં છે કે જેઓ તેમને રસ્તામાં મદદ કરશે તેમને શું બદલો મળશે.
આને “જે કોઈપણ” અથવા “જે પણ” એમ સમજી શકાય.
આ એજ શબ્દ છે જે “સ્વીકાર કરે” માટે ૧૦:૪ માં વપરાયો છે, જેનો મતલબ “મહેમાન નો આવકાર કરવો” એમ થાય.
અહીં સર્વનામ “તમારો” ઈસુ બાર પ્રેરીતોને ઉદ્દેશીને કહે છે.
“દેવ બાપનો આવકાર કરે છે જેમણે મને મોકલ્યો છે”
જેઓ તેમને રસ્તામાં મદદ કરશે તેમને શું બદલો મળશે એ સબંધી ઈસુ પ્રેરીતોને સમજાવી રહ્યાં છે તે પૂરું થાય છે.
“જે કોઈ પણ આપે.”
આને આ રીતે પણ સમજી શકાય “તે મારો શિષ્ય છે તે કારણથી તેને ઠંડા પાણીનો પ્યાલો જો ધરો” અથવા “મારા નાનામાં નાનાં શિષ્યને પણ પીવાને ઠંડુ પાણી આપો.”
“એ વ્યક્તિને ચોક્કસ એનો બદલો મળશે” (જુઓ: )
નકારાય આ તેમનું સર્વ રાચરચીલું લઈ લેવામાં આવશે એ સબંધી નથી વપરાયું.