ઈસુ એક પક્ષઘાતીને સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
શિષ્યો પણ મોટે ભાગે ઈસુની સાથે જ હતા. (જુઓ: )
કદાચ એ જ હોડી જેનો ઉલ્લેખ ૮:૨૩ માં થયો છે.
“એ જ શહેર જ્યાં તે રહેતો હતો”
આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.
જેઓ પક્ષઘાતીને ઈસુની પાસે લઇ આવે છે. આમાં પક્ષઘાતી નો પણ સમાવેશ થઇ શકે.
હવે આ માણસ ઈસુનો કાંઈ સગો પુત્ર નહોતો, ઈસુ તો અહીં તેની સાથે પ્રેમથી વાત કરે છે. આ ઉચ્ચારણ ને “મારા મિત્ર” અથવા “હે જુવાન” તરીકે પણ સમજી શકાય.
“દેવે તારા પાપ માફ કર્યા છે” અથવા “મેં તારા પાપ માફ કર્યા છે.”
ઈસુનું પક્ષઘાતીને સાજાપણું આપવાનું પ્રકરણ અહીં આગળ વધે છે.
આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.
આનો મતલબ “અંદરોઅંદર,” એમના મનમાં, કે “એકબીજાની સાથે,” ગુસપુસ કરતા.
કદાચ ને દૈવી રીતે અથવા એકબીજાની સાથે ગુસપુસ કરતા જોઇને, પણ તેઓ શું વિચારતાં હતા તે ઈસુ જાણી ગયા.
શાસ્ત્રીઓને ઠપકો આપતા ઈસુએ આ પ્રશ્ન કર્યો. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
બહુવચન છે.
આ કોઈ સાદી ગેરસમજ નહીં પણ ગંભીર નૈતિક ભૂંડાઈ અથવા દુષ્ટતા છે.
શાસ્ત્રીઓ એવું માનતા હતા કે આ માણસ નો રોગ (પક્ષઘાત) તેના પોતાના પાપને કારણે છે તેથી જો તેના પાપ માફ થાય તો આ વ્યક્તિ સાજો થાય. ઈસુ આ પ્રશ્ન શાસ્ત્રીઓને યાદ કરાવી જણાવે છે કે તે પાપ માફ કરી શકે છે. (વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
‘તારા પાપ માફ થયાં છે’ એ કહેવું સહેલું છે?” કે “’ઉઠ અને ચાલ’ એ કહેવું સહેલું છે?
આનો મતલબ એમ થઇ શકે કે ૧) “હું તને તારા પાપ માફ કરું છું” અથવા ૨) દેવ તને તારા પાપ માફ કરે છે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
“હું તમારી આગળ સિદ્ધ કરીશ.”
એકવચનમાં છે.
ઈસુ તેને અન્ય જગા એ જવાની મનાઈ ફરમાવતા હોય એમ નથી પણ તેને પોતાના ઘરે જવાની તક આપે છે.
ઈસુનું પક્ષઘાતીને સાજાપણું આપવાનું પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. ત્યારબાદ ઈસુ એક કર ઉઘરાવનાર વ્યક્તિને પોતાના શિષ્ય બનવાને તેડું આપે છે.
જુઓ: ૫:૧૬.
પાપ માફ કરવાનો અધિકાર
મંડળીની પ્રણાલિકા જણાવે છે કે આ માથ્થી જ આ સુવાર્તાનો લેખક છે, પરંતુ લખાણમાં “તેને” અને “તે” સર્વનામ માં “હું” અને “મને” નો બદલાવ જોવા મળતો નથી.
“ઈસુએ માથ્થીને કહ્યું”
કલમ ૯:૮ માં “જુઓ” થી જે નવી ઘટના શરૂ થાય છે તેનો અણસાર આ વાક્ય આપે છે.
ઈસુ ઉપરની તરફ કે નીચે અથવા કફર
નહૂમ તરફ કે પછી એનાથી વિરુદ્ધ દિશામાં જતા હતા તે બહુ સ્પષ્ટ નથી.
તેના શિષ્યની જેમ “માથ્થી ઊઠીને ઈસુની પાછળ ચાલ્યો”, માત્ર ઈસુના આગળના પડાવ સુધી જ ચાલ્યો એમ નહીં.
આ બીનાઓ માથ્થી દાણી ના ઘરમાં બની.
આ માથ્થીનું ઘર હોવું જોઈએ.
અહીં “જુઓ” વાર્તા ના નવા પાત્રોથી આપણને વાકેફ કરે છે.
“ફરોશીઓએ જોયું કે ઈસુ પાપીઓ અને દાણીઓ સાથે જમે છે”
આ બીનાઓ માથ્થી દાણી ના ઘરમાં બની.
“આ” ફરોશીઓનો ઈસુના પાપીઓ અને દાણીઓ સાથે જમવા સબંધીના પ્રશ્ન ને દર્શાવે છે.
“જેઓ તંદુરસ્ત છે.” (જુઓ: રૂપક)
દાક્તર
“જેઓ બીમાર છે તેમને વૈધની જરૂર છે”
“તમારે આનો મતલબ શું છે તે જાણવું જોઈએ”
સર્વનામ “તમારે” ફરોશીઓને માટે વપરાયું છે.
યોહાન બાપ્તિસ્મી ના શિષ્યો એ વાત નો વાંધો ઉઠાવે છે કે ઈસુના શિષ્યો શા માટે ઉપવાસ નથી કરતા.
વર જાનૈયા સાથે હોય ત્યારે કોઈપણ એવી આશા ન રાખી શકે કે તેઓ ઉપવાસ કરે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
ઈસુના શિષ્યો માટેનું રૂપક (જુઓ: રૂપક)
“વર” ઈસુ છે, જે હજુ જીવંત છે, અને શિષ્યોની સાથે છે. (જુઓ: રૂપક)
“કોઈ વર ને લઇ જશે.” આ રૂપક તેને મારી નાંખવામાં આવ્યો એમ દર્શાવે છે. (જુઓ: રૂપક, પ્રત્યક્ષ/પરોક્ષ)
“વિલાપ કરશે...દુઃખી થશે”
યોહાન ના શિષ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન નો ઉત્તર આપતા ઈસુ આગળ કહે છે.
જેઓ જૂની પરંપરા/ઘરેડ માં ચાલે છે તેઓ નવી વાત સ્વીકારી શકતા નથી.
“લૂગડું”
“બીજા કપડાનો ટુકડો” જે ફાટેલા કપડાને સીવવા વપરાય
યોહાન ના શિષ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન નો ઉત્તર આપતા ઈસુ આગળ કહે છે.
આ રૂપક અથવા દ્રષ્ટાંત યોહાનના શિષ્યોએ પૂછેલા પ્રશ્ન ના જવાબ માં હતું, પ્રશ્ન એ હતો કે “ફરોશીઓ અને અમે વારંવાર ઉપવાસ કરીએ છીએ પણ તારા શિષ્યો કેમ નહીં?” (જુઓ: રૂપક)
“કોઈ રેડતું નથી” અથવા “કોઈ ભરે નહીં”
આથો આવ્યા પહેલાનો નવી દ્રાક્ષાનો રસ
આ એવી જૂની મશકો છે જે ઘણી વાર વપરાઈ ચુકી છે.
આ એક પ્રકારની થેલી જે પ્રાણીના ચામડામાંથી બનાવેલ હોય.
જ્યારે નવા દ્રાક્ષારસ ને આથો આવે અને વિસ્તરે ત્યારે અંદર વધારે જગ્યા ન હોવાથી મશકોને તોડી નાંખે.
“નુકસાન થાય”
આ એવી મશકો છે જે પહેલા વપરાઈ નથી.
એક યહૂદી અધિકારીની દીકરીને ઈસુ સાજા પણું આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
ઈસુ યોહાનના શિષ્યોને ઉપવાસ સબંધી જે પ્રત્યુત્તર આપે છે તે વાત.
અહીં “જુઓ” આ વાર્તામાં ઉમેરાતા નવા પાત્ર તરફ આપણું ધ્યાન દોરે છે.
યહૂદી સમાજ માં માન આપવાની જે રીત હતી તે પ્રમાણે.
આ દર્શાવે છે કે યહૂદી અધિકારીને એ વિશ્વાસ હતો કે ઈસુ પાસે તેની દીકરીને પાછી જીવતી કરવાની શક્તિ/અધિકાર હતા.
ઈસુના શિષ્યો.
યહૂદી અધિકારીની દીકરીને સાજી કરવા જતા રસ્તામાં એક બીજી સ્ત્રીને ઈસુ સાજાપણું આપે છે, અહીં તેનું વર્ણન છે.
અહીં “જુઓ” આ વાર્તામાં ઉમેરાતા નવા પાત્ર તરફ આપણું ધ્યાન દોરે છે.
“અતિશય રક્તસ્ત્રાવ હતો.” જ્યારે તેનો દિવસો ન હોય ત્યારે પણ તેને ખુબ જ રક્તસ્ત્રાવ રહેતો હશે. ઘણા બધા સમાજ માં આને માટે અલગ અલગ (સારા) શબ્દો વપરાતા હોય છે. (જુઓ: સૌમ્યોક્તિ)
જો કે લૂગડાં પર નહીં પણ તેનો વિશ્વાસ ઈસુમાં હતો. (જુઓ: વ્યક્તિત્વકરણ)
ઝભ્ભો
“એના બદલે.” આ સ્ત્રીએ જે થવાની આશા રાખી હતી તે પ્રમાણે થયું નહીં.
તે જોકે તે ઈસુની સગી દીકરી નથી પણ ઈસુ તેની પર પ્રેમ દર્શાવે છે.
યહૂદી અધિકારીની દીકરીને ઈસુ સાજા પણું આપે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.
આ યહૂદી અધિકારીના ઘરે
પોલું, લાંબુ સંગીત વાદ્ય જેને ફૂંક મારી વગાડાય.
“એ લોકો જે વાંસળી વગાડે”
ઘણાં બધા લોકોને ઈસુ આ કહી રહ્યાં છે તેથી બહુવચન છે
ઈસુ જાણતા હતા કે તે આ છોકરીને થોડી જ વારમાં જીવતી કરવાના છે તેથી તે મરણ ને ઊંઘની ઉપમા આપે છે.
યહૂદી અધિકારીની દીકરીને ઈસુ સાજા પણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.
“ઈસુએ લોકોને બહાર કાઢયા પછી” અથવા “પરીવારે લોકોને બહાર કાઢયા પછી”
“બિછાના પરથી ઊઠી.” આ વિચાર ૮:૧૫ માં પણ જોવા મળે છે.
જે લોકોએ જોયું કે છોકરી જીવતી થઇ છે તેમણે પોતાની આસપાસના સર્વ લોકોને આ વાત કહી દીધી. (જુઓ: વ્યક્તિત્વકરણ)
બે આંધળા માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.
ઈસુ એ પ્રદેશ માંથી બહાર જઈ રહ્યાં હતા.
ઈસુ ઉપરની તરફ કે નીચે બાજુ જતા હતા તે બહુ સ્પષ્ટ નથી.
ઈસુ કંઈ દાઉદનો સગો દીકરો નહોતો, પણ અહીં તેનો મતલબ “દાઉદના વંશજ” એમ છે. જો કે મસીહા (ખ્રિસ્ત) માટે પણ “દાઉદના દીકરા” એવું શીર્ષક વપરાયું છે (૨૧:૯). કદાચને લોકો આ કારણ થી ઈસુ માટે આ શીર્ષક વાપરતાં હશે.
આ ઈસુનું ઘર હોય શકે અથવા જે ઘરનો ઉલ્લેખ ૯:૧૦ માં છે તે પણ હોય શકે.
“હા પ્રભુ, તું અમને સાજાપણું આપી શકે છે એવો અમને વિશ્વાસ છે.”
બે આંધળા માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.
ઈસુ બંને માણસોની આંખોને એકસાથે અડક્યા કે પોતાના જમણા હાથથી તેમને એક પછી એક અડક્યા એ સ્પષ્ટ નથી. ડાબો હાથ સામાન્ય રીતે અસ્વચ્છ કામો માટે વપરાતો, તેથી ઈસુએ મોટાભાગે પોતાનો જમણો હાથ જ વાપર્યો હશે. ઈસુ તેમને અડ્યા ત્યારે જ બોલ્યા કે પહેલા અડ્યા અને પછી બોલ્યા એ પણ સ્પષ્ટ નથી.
“દેવે તેમને સાજાપણું આપ્યું” અથવા “બે આંધળા માણસ જોઈ શક્યા” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)
“એના બદલે.” ઈસુએ આ બે માણસોને જે કહ્યું તે પ્રમાણે તેમણે કર્યું નહીં.
“તેમની સાથે જે થયું હતું તે ઘણા બધા લોકોને કીધું”
બે આંધળા માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.
ઈસુ બંને માણસોની આંખોને એકસાથે અડક્યા કે પોતાના જમણા હાથથી તેમને એક પછી એક અડક્યા એ સ્પષ્ટ નથી. ડાબો હાથ સામાન્ય રીતે અસ્વચ્છ કામો માટે વપરાતો, તેથી ઈસુએ મોટાભાગે પોતાનો જમણો હાથ જ વાપર્યો હશે. ઈસુ તેમને અડ્યા ત્યારે જ બોલ્યા કે પહેલા અડ્યા અને પછી બોલ્યા એ પણ સ્પષ્ટ નથી.
“દેવે તેમને સાજાપણું આપ્યું” અથવા “બે આંધળા માણસ જોઈ શક્યા” (જુઓ: પ્રત્યક્ષ અથવા પરોક્ષ)
“એના બદલે.” ઈસુએ આ બે માણસોને જે કહ્યું તે પ્રમાણે તેમણે કર્યું નહીં.
“તેમની સાથે જે થયું હતું તે ઘણા બધા લોકોને કીધું”
આ વિભાગ ઈસુએ ગાલીલ માં આપેલ શિક્ષણ, ઉપદેશ અને સાજાપણાંની સેવા નો ટુંકો ચિતાર આપે છે.
“મોટા ભાગના શહેરોમાં.” (જુઓ: અતિશયોક્તિ)
“મોટા ગામો અને નાનાં ગામો માં” અથવા “મોટા શહેરો અને નાનાં શહેરોમાં”
“હરેક રોગ અને બીમારીઓ.” “રોગ” અને “બીમારી” બે અલગ બાબતો છે. રોગ માણસને બીમાર બનાવે છે, અને બીમારી એ રોગના કારણે શારીરિક કમજોરી અથવા મંદવાડ નિપજાવે છે.
“આ લોકો પાસે કોઈ તેમને દોરનાર/આગેવાન નહોતો.” (જુઓ: ઉપમા)
ઈસુ અહીં કાપણી ની ઉપમા આપી શિષ્યોને આગળના વિભાગમાં દર્શાવેલી લોકોની જરૂરીયાતને કેવી રીતે પ્રતિસાદ આપવો તે કહી રહ્યાં છે.
આ રૂપક ઘણાં બધા લોક વિશ્વાસ સહિત દેવના રાજ્યમાં ઉમેરાશે તે ખેતરમાં ઉગેલા પાક સાથે સરખાવે છે. જેઓ અન્યને દેવ વિશે વાત કરશે તેઓ મજૂર છે. આ રૂપકનો હેતુ એ દર્શાવવાનો છે કે દેવ વિશે વાત કરનારા લોકો થોડા જ છે.
“કામ કરનારા”
“દેવ ને વિનંતી કરો, તે ફસલના માલિક છે.”