Matthew 8

Matthew 8:1

અહીં એક નવા પ્રકરણ ની શરૂઆત થાય છે જેમાં ઈસુ ઘણાં બધા લોકોને ચમત્કારિક સાજાપણું આપે છે.

અને ઈસુ પહાડ પરથી ઊતર્યો, ત્યારે અતિ ઘણા લોક તેની પાછળ ગયા.

વૈકલ્પિક ભાષાંતર: “ઈસુના પહાડ પરથી નીચે ઉતર્યા પછી, એક મોટું ટોળું તેની પાછળ ગયું.” અહીં ટોળામાં જે લોકો તેની સાથે પહાડ પર હતા તે અને જેઓ પહાડ પર તેની સાથે નહોતા એમ બંને નો સમાવેશ થઇ શકે.

જુઓ

અહીં આ શબ્દ “જુઓ” વાર્તા માં નવા પાત્ર થી આપણને વાકેફ કરે છે.

એક કોઢીયો

“એક માણસ કે જેને કોઢ હતો” અથવા “એક માણસ જેને ચર્મરોગ હતો.”

જો તું ચાહે તો

વૈકલ્પિક ભાષાંતર: “જો તું ઈચ્છે તો” અથવા “જો તારી મરજી હોય તો”. કોઢિેયો માણસ એ તો જાણતો હતો કે ઈસુ પાસે તેને સાજાપણું આપવાને શક્તિ/અધિકાર તો હતાં પણ ઈસુ તેને સ્પર્શ કરશે કે કેમ તે વિશે તેને ખાતરી નહોતી.

તું મને શુદ્ધ કરી શકે છે

વૈકલ્પિક ભાષાંતર: “તું મને સાજાપણું આપી શકે છે” અથવા “મહેરબાની કરી ને મને સાજાપણું આપ.”

તુરંત

લાગલો

તે પોતાના કોઢ થી શુદ્ધ થયો

ઈસુનું “તું શુદ્ધ થા” કહેવાનું પરિણામ એ આવ્યું કે તે માણસ તરત જ સંપૂર્ણ સાજાપણું પામ્યો. વૈકલ્પિક ભાષાંતર: “તે સાજો થયો” અથવા “તેનો કોઢ ચાલ્યો ગયો” અથવા “તેના કોઢનો અંત આવ્યો”

Matthew 8:4

ઈસુએ કોઢિયાને સાજાપણું આપ્યું એ પ્રકરણ અહીં આગળ ચાલે છે.

તેને

કોઢિયા ને

કોઈને કંઈ કહીશ નહીં

જોકે અર્પણ ચઢાવે ત્યારે તે માણસે યાજકને તો કહેવું જ પડશે, પણ ઈસુ જે કાંઈ થયું એ સબંધી એ માણસ અન્ય કોઈને ન જણાવે એવું ઈચ્છતા હતા. આને આ રીતે પણ સમજી શકાય, “કોઈને કંઈ કહીશ નહીં” અથવા “મેં તને સાજાપણું આપ્યું એવું કોઈને કહીશ નહીં.” (જુઓ: અતિશયોક્તિ)

યાજકને પોતાને દેખાડ

યહૂદી નિયમ પ્રમાણે ચામડી ના રોગ થી સાજાપણું મળ્યું હોય એ વ્યક્તિએ યાજકને દેખાડવું જરૂરી હતું, જેથી યાજક તેને પોતાના પરિવાર સાથે રહેવાની પરવાનગી આપે.

તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસા એ ઠરાવ્યું હતું તે ચઢાવ

મૂસાના નિયમ પ્રમાણે કોઢ માંથી સાજાપણું પામેલ વ્યક્તિ યાજકને આભાર અર્પણ ચઢાવે, અને જ્યારે યાજક એ અર્પણ સ્વીકારે ત્યારે લોકો જાણે કે એ વ્યક્તિ સાજો થયેલ છે.

તેઓને માટે

આના શક્ય અર્થ ૧) યાજકો અથવા ૨) સર્વ લોકો અથવા 3) ઈસુના ટીકાકારો.

Matthew 8:5

ઈસુ ઘણાં બધાં લોકોને સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં આગળ ચાલે છે.

તેને...તેને

ઈસુને દર્શાવે છે.

પક્ષઘાતી

રોગને કારણે જે “હલનચલન કરી શકતો નથી”

ઈસુએ તેને કહ્યું, “હું આવીને તેને સાજો કરીશ.”

“ઈસુ જમાદાર ને કહે છે,” “હું તારા ઘરે આવીશ અને તારા ચાકરને સાજો કરીશ.”

Matthew 8:8

ઈસુ ઘણાં બધાં લોકોને સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં આગળ ચાલે છે.

તું મારા છાપરા તળે આવે

“તું મારા ઘરમાં આવે” (જુઓ: )

કેવળ શબ્દ કહે

“આજ્ઞા આપ/હુકમ કર”

સિપાહીઓ

“કુશળ લડવૈયાં”

એટલો વિશ્વાસ મેં ઇસ્રાએલમાં પણ (કોઈમાં) જોયો નથી

ઈસુ ના શ્રોતાઓ એવું માનતા હશે કે ઇસ્રાએલ ના યહુદીઓ, જેઓ પોતે દેવના બાળકો હોવાનો દાવો કરે છે, તેમનામાં અન્ય લોકો કરતા વધારે વિશ્વાસ હશે. ઈસુ અહીં જણાવે છે કે તેમનું આવું માનવું ખોટું છે અને આ જમાદાર નો વિશ્વાસ એથી પણ મોટો છે.

Matthew 8:11

રોમન જમાદારના ચાકરને ઈસુનું સાજાપણું આપવાનું પ્રકરણ અહીં આગળ વધે છે.

તમને

આ જે લોકો ઈસુની પાછળ આવતાં હતા (૮:૧૦) તેમને માટે વપરાયું છે, તેથી બહુવચન છે.

પૂર્વ થી તથા પશ્ચિમ થી

આનો અર્થ માત્ર પૂર્વ અથવા પશ્ચિમ થી એમ નહીં પણ “સર્વ જગ્યાએ થી” અથવા “સર્વ દિશાઓથી દૂર દૂરથી.” (જુઓ: )

ભાણે બેસશે

એ વખતના સમયમાં લોકો જમવા માટે (નાનાં) ટેબલની પાસે એક કોણી ને ટેકે ઝુકી ને બેસતા (લેટતા). ભાણે બેસવાની આ રસમ કુટુંબ અને મિત્રો સાથે જીવવાનો એક ગુણ સૂચક પર્યાય બની ગયું. આને આ રીતે પણ સમજી શકાય, “મિત્રો સાથે અને કુટુંબ તરીકે રહેવું.” (જુઓ: )

રાજ્યના દીકરાઓ ને બહાર નાખી દેવાશે

“દેવ રાજ્યના દીકરાઓને બહાર ફેંકી દેશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

રાજ્યના દીકરાઓ

અહીં “ના દીકરાઓ” જેઓ દેવ ના રાજ્ય સાથે કોઈ રીતે સંકળાયેલા છે તેમને દર્શાવે છે. અહીં કટાક્ષ પણ છે કેમ કે “દીકરાઓ” બહાર નાંખી દેવામાં આવશે જ્યારે બહારના/અજાણ્યા નું સ્વાગત કરવામાં આવશે. આને આ રીતે પણ સમજી શકાય, “જેમણે દેવને પોતાના પર રાજ્ય/અધિકાર આપવા જોઈતાં હતાં” (જુઓ: રૂઢિપ્રયોગ)

બહારના અંધકારમાં

આ અભિવ્યક્તિ જેઓ દેવને નકારે છે તેમનું અનંત કાળનું ભાવિ કેવું હશે તે દર્શાવે છે. “દેવ થી દૂર અંધકારમાં.” (જુઓ: )

તેવું જ તને થાઓ

“તેવું જ હું તને કરીશ.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

ચાકર સાજો થયો

“ઈસુ એ ચાકરને સાજો કર્યો.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

તે જ સમયે

“એ જ સમયે, જ્યારે ઈસુ એ કીધું કે એ ચાકરને સાજો કરશે.”

Matthew 8:14

ઈસુ ઘણાં બધાં લોકોને સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં આગળ ચાલે છે.

અને ઈસુએ આવીને

ઈસુની સાથે અહીં તેના શિષ્યો પણ હોવા જોઈએ (જેમને આગળ જતા “તેણે તેમને આજ્ઞા કરી ” જુઓ: ૮:૧૮), પણ અહીં વાર્તા ઈસુ જે કહે છે અને કરે છે તે પર ધ્યાન દોરે છે, જેથી જરૂર હોય અને કાંઈ ગેરસમજ ટાળવી હોય તો જ શિષ્યોનો ઉલ્લેખ કરે છે.

પિતરની સાસુ

“પિતરની પત્નીના માતા”

તેનો તાવ જતો રહ્યો

“તે સાજી થઈ” અથવા “ઈસુએ તેને સાજી કરી.”

ઊઠીને

“પથારી માંથી ઊઠીને”

Matthew 8:16

ઘણાં બધાં લોકોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.

સાંજ પડી

માર્ક ૧:૨૧

૩૪ પ્રમાણે ઈસુ વિશ્રામવારે કફર

નહૂમ આવી સભાસ્થાનમાં બોધ કરે છે. યહુદીઓ વિશ્રામવારે મુસાફરી કે કઈ બીજું કામ કરતા નથી, તેથી સાંજ થઇ ત્યાં સુધી ઈસુની પાસે માંદાઓને લાવવા સારુ રાહ જુએ છે.

તેણે શબ્દથી આત્માઓને બહાર કાઢયા

આ અતિશયોક્તિ હોય શકે. ઈસુએ કદાચ ને એક કરતા વધારે શબ્દો બોલ્યા પણ હોય. આને આ રીતે પણ સમજી શકાય, “ઈસુએ માત્ર આજ્ઞા કરીને ભૂતોને હાંકી કાઢયા.” (જુઓ: અતિશયોક્તિ)

યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું તે પૂરું થાય

“દેવે યશાયા પ્રબોધકને જે ભવિષ્ય વાણી ઇસ્રાએલ ને પ્રગટ કરવા કહી તે ઈસુએ પરિપૂર્ણ કરી.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

યશાયા પ્રબોધક દ્વારા જે કહેવામાં આવ્યું હતું

“યશાયા પ્રબોધકે જે કહ્યું” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

આપણા મંદવાડ લીધા ને આપણા રોગ ભોગવ્યા

“લોકોને બીમારીમાંથી મુક્ત કર્યા અને તેમને સાજા કર્યા” (જુઓ: )

Matthew 8:18

પોતાના અનુયાયીઓ પાસે પોતે શું અપેક્ષા રાખે છે તે ઈસુ અહીં સમજાવે છે.

તે, તેણે

આ ૮:૧૯ માં ઈસુને દર્શાવે છે.

તેણે આજ્ઞા કરી

“શું કરવું તે તેણે તેમને કીધું"

પછી

પછી ઈસુ એ “આજ્ઞા કરી” પણ એ પહેલાં તે હોડીમાં ચઢી ગયો.

જ્યાં કહીં

“કોઈ પણ જગ્યા એ”

લોંકડા ને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે

ઘણા બધા પક્ષી અને પ્રાણીઓનો આમાં સમાવેશ થઇ શકે. (જુઓ: )

લોંકડા (શિયાળ)

આ એક કુતરા જેવું પ્રાણી છે જે માળો બાંધતાં પક્ષી અને બીજા નાનાં પ્રાણીઓ ખાય છે.

દર

લોંકડા જમીનમાં ખાડો ખોદી તેમાં રહે છે.

માથું ટેકવવાનું ઠામ નથી

“આરામ કરવા માટે કોઈ જ ઠેકાણું નથી” (જુઓ: રૂઢિપ્રયોગ)

Matthew 8:21

પોતાના અનુયાયીઓ/શિષ્યો પાસે પોતે શું અપેક્ષા રાખે છે તે ઈસુ અહીં સમજાવે છે.

પહેલા જઈ ને મારા બાપ ને દાટી આવવાની રજા આપ

આ એક નમ્ર વિનંતી છે. યહૂદી રિવાજ પ્રમાણે જ્યારે કોઈનું મરણ થાય તો તે જ દિવસે તેને દફનાવી દેવાય, આથી અહીં એ વ્યક્તિનો બાપ કદાચને જીવિત હશે અને આ વ્યક્તિ “દાટી આવવા” ની સૌમ્યોક્તિ વાપરી કદાચ એના બાપના મરણ સુધી તેની સંભાળ રાખવાની વાત કરે છે, જેમાં કદાચ ને ઘણાં દિવસો કે વર્ષો પણ લાગી જાય.

મુએલાઓને પોતાના મુએલાઓને દાટવા દે

અહીં એક સંપૂર્ણ વાક્ય નહીં પણ સૂત્ર જેવું લાગે છે જેમાં શક્ય તેટલા ઓછા શબ્દોથી વાત સમજાવાય.

(દાટવા) દે

અહીં કડક રીતે આ માણસની તેના બાપ પ્રત્યેની જવાબદારીને નકારાઈ છે. તે “મુએલાઓને દાટવા દે” અથવા “જે મુએલાં છે તે જ પોતાના મુએલાઓને દાટે” કરતા પણ સખ્ત શબ્દોમાં કહેવાયું છે.

મુએલાં..તેમનાં મુએલાઓને

“મુએલાં” અહીં જેઓ દેવના રાજ્યની બહાર છે તેમનાં માટેનું રૂપક છે કે જેમને અનંત જીવન ની આશા નથી. “તેમનાં મુએલાઓને” તેમનાં સગા

વ્હાલાં જેઓ (દેવના) રાજ્યની બહાર છે અને ખરેખર મરણ પામે.

Matthew 8:23

ઈસુ તોફાનને શાંત પાડે છે તે પ્રકરણની અહીં શરૂઆત થાય છે.

હોડી પર ચઢ્યો

“ઈસુ એક હોડીમાં સવાર થયાં”

તેના શિષ્યો તેની પાછળ ગયા

ઈસુના અનુયાયીઓ પણ હોડી માં સવાર થયાં.

જુઓ

આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.

સમુદ્રમાં એક મોટું તોફાન થયું

“સમુદ્રમાં એક મોટું તોફાન જાગ્યું.”

હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ

“મોજાંઓએ હોડીને ઢાંકી દીધી.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)

તેને જગાડીને કહ્યું, “અમને બચાવ”

“અમને બચાવ” એવી બુમ પાડીને ઈસુને જગાડ્યો એવું નથી. પહેલા તેમણે “તેને જગાડ્યો” અને પછી “કહ્યું, ‘અમને બચાવ.’”

અમે નાશ પામીએ છીએ

“અમે મરવાની તૈયારીમાં જ છીએ.” અથવા “મરવાની અણી પર જ છીએ.”

Matthew 8:26

ઈસુ તોફાનને શાંત પાડે છે તે પ્રકરણની અહીં આગળ વધે છે.

તેઓને

શિષ્યોને

તમે

આ બહુવચન છે.

તમે શા વાસ્તે ભયભીત થાઓ છો?

ઈસુ આ પ્રશ્ન વડે શિષ્યોને ઠપકો આપે છે. આનો મતલબ “તમારે ભયભીત ન થવું જોઈએ” અથવા “તમારે ભયભીત થવા જેવું કંઈ નથી.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

ઓ અલ્પવિશ્વાસીઓ, તમે

“તમે” અહીં બહુવચન છે. જુઓ:૬:૩૦.

આ કઈ તરેહનું માણસ છે કે પવન તથા સમુદ્ર પણ એનું માને છે?

આ વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન દર્શાવે છે કે શિષ્યો અચરત થયાં. આને આ રીતે પણ સમજી શકાય, “પવન અને સમુદ્ર પણ તેનું માને છે! આ કઈ પ્રકારનો માણસ છે?” અથવા “આ માણસ અમે અત્યાર સુધી જોયેલા માણસોથી એકદમ ભિન્ન છે! પવન અને સમુદ્રના મોજાં પણ તેને આધીન થાય છે!” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

પવન તથા સમુદ્ર પણ તેનું માને છે

માણસો અને પ્રાણીઓનું આધીન થવું અથવા સામે થવું એ આશ્ચર્યની વાત નથી, પણ પવન અને પાણીનું આધીન થવું એ ખરેખર આશ્ચર્યકારક છે. કુદરતી પરિબળોનું આ વ્યક્તિત્વકરણ તેઓ જાણે કે માણસોની પેઠે સાંભળીને પ્રત્યુત્તર આપી શકે એવું દર્શાવે છે. (જુઓ: વ્યક્તિત્વકરણ)

Matthew 8:28

ભૂત વળગેલા બે માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં શરૂ થાય છે.

પેલે પાર

“ગાલીલ ના સમુદ્રની બીજી બાજુ”

ગદરાની ના દેશમાં

ગદરાની એવું નામ ગદરા શહેરના નામ પરથી પડ્યું. (જુઓ: )

તેઓ એવા બિહામણા (હિંસક) હતા કે તે માર્ગે કોઇથી જવાતું ન હતું

આ બે માણસોનો જે ભૂતો વળગ્યા હતા તે બહુ જ ખતરનાક હતા કે જેથી આ રસ્તે થી કોઈ પસાર થઇ શકતું નહીં.

જુઓ

આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.

અમારે ને તારે શું છે, ઓ દેવના દીકરા?

પહેલો પ્રશ્ન પ્રતિકૂળ (વિરોધી) પ્રકારનો છે.

દેવના દીકરા

ભૂતો ઈસુ માટે આ શીર્ષક વાપરી જણાવે છે તે જે છે તે કારણસર તેનું અહીં સ્વાગત નથી.

સમય અગાઉ તું અમને પીડા દેવાને અહીં આવ્યો છે?

આ બીજો પ્રશ્ન પણ પ્રતિકૂળ છે જેનો મતલબ “દેવે અમને સજા આપવાને સારુ જે સમય મુકરર કર્યો એથી વહેલા અમને સજા આપી તારે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.” (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)

Matthew 8:30

ભૂત વળગેલા બે માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં આગળ વધે છે.

હવે

અહીં વાર્તા આગળ વધે એ પહેલા લેખકે જે માહિતી તેના વાચકોને આપવી જરૂરી છે તે બતાવે છે. ઈસુ અહીં આવ્યો તે પહેલા થી ભૂંડો તો ચરતાં જ હતા. (જુઓ: )

જો તું અમને હાંકી કાઢે

આનો મતલબ એ પણ થાય કે “હવે તું અમને હાંકી જ કાઢવાનો છે તો”

અમને

ચોખ્ખી રીતે (જુઓ: )

તેઓને

માણસમાં રહેલા ભૂતો

પછી ભૂતો નીકળીને ભૂંડો માં પેઠા

“ભૂતો માણસમાંથી નીકળીને પ્રાણીઓમાં પેઠા.”

જુઓ

અહીં “જુઓ” પછી શું થયું એ સબંધી આશ્ચર્યજનક માહિતી તરફ આપણું ધ્યાન દોરવા વાકેફ કરે છે.

કરાડા પરથી નીચે ધસી પડ્યું

“તીવ્ર ઢોળાવ પરથી નીચે ધસી ગયું”

પાણીમાં ડૂબી મર્યું

“નાશ પામ્યું”

Matthew 8:33

ભૂત વળગેલા બે માણસોને ઈસુ સાજાપણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.

ભૂંડો ચરાવનારા

જે માણસો ભૂંડો ની સંભાળ રાખતા હતા તે”

ભૂત વળગેલાઓને શું થયું

ભૂત વળગેલા માણસોને ઈસુએ શું કર્યું.

જુઓ

આ એક નવી ઘટનાની શરૂઆત દર્શાવે છે. એવું બને કે આ મહાન/મોટી વાર્તા માં અહીં એવી નવી વ્યક્તિઓ ઉમેરાય કે જે આગળની ઘટનાઓ માં સંડોવાયેલ ના પણ હોય.

આખું નગર

આનો મતલબ બહુ બધા કે મોટા ભાગના લોકો, પણ નગરનું પ્રત્યેક જણ નહીં. (જુઓ: અતિશયોક્તિ)

પ્રદેશ

“નગર અને તેની આસપાસનો વિસ્તાર”