2 ૨.કોઈણે નિંદા ની કરે, શાંતિપ્રિય ને બધા માણાહા હારી પૂરા વિનયથી રય. 3 ૩.કેહ કા આપડે ફણ પેલા અજ્ઞાન, અનાજ્ઞાકિંત, કુમાર્ગે ભટકાવીને, ખણી વિષયવાસનાઓ ને વિલાસણે દાસ, દૂરાચારી ને અદેખાઈ રાખનારે, તિરસ્કારપાત્ર ને એકબીજાણે તિરસ્કાર કરનારે હોતને. 4 ૪.ફણ ઈશ્વર આપડે ઉદ્ધારકર્તાણે દયા ને માનવજાત પારનો તીયાણે પ્રેમ પ્રગટ હોવો.
5 ૫.તીયા આપડે પોતાણે કરીના ન્યાયીપણાને કામથી કાયની, ફણ તીયાણે દયા પ્રમાણે નવા જન્મણે સ્નાનથી ને પવિત્ર આત્માણે નવીનીકરણથી તીયાયે આપડાહાય બચાવીયે. 6 ૬.પવિત્ર આત્માને તીયાયે આપડે ઉદ્ધારકર્તા ઈસુ ખ્રિસ્ત દ્વારા આપડે ઉપાર પુષ્કળ વરસાવ્યો હાશે.
7 ૭.એટલે આપડે તીયાણે કૃપાથી ઠરીને, આશા પ્રમાણે અનંતજીવનનો વારસ હોવાત. 8 ૮.એ વાત વિશ્વાસયોગ્ય હાશે, ને જીણાહાય ઈશ્વર પાર વિશ્વાસ કદો હાશે તે હારા કામ કરવાણે કાળજી રાખે માટે મારે ઇચ્છા હાશે કા તું એ વાત પાર ફાર મુક્યા કર. હે વાત હારી ને માણાહા ફાગી હિતકારક હાશે. 9 ૯.ફણ મૂર્ખાયફરી વાદવિવાદો, વંશાવલીઓ, ઝગડા ને નિયમશાસ્ત્ર વિશેના વિસંવાદોથી તું દુર ર.
10 ૧૦.એક બે વાર ચેતવણી આપ્યા ફૂટી ફાગલા પાડાવનાર માણહાને દુર કર ;
11 ૧૧.એહ જાણવાણ કા એવો માણહ હાચા માર્ગેથી દુર હોવો હાશે ને પોતાણે અપરાધી ઠરાવતો પાપ કરતો હાશે. 12 ૧૨.જીયા હાય તોરે પાહાય આર્તીમાસ કા તુખીકસણે મોકન તીયા મારે પાહાય નિકોપોલીસ આવવાણે પ્રયત્ન કરજે ;કેહ કા હિયાલામાં તીયે રવાણ મેં નક્કી કદ હાશે.
13 ૧૩.ઝેનાસ શાસ્ત્રીણે ને અપોલોસણે એવી વ્યવસ્થા કરીને મૂકીનજે કા રસ્તામાં તીયાણે કાંઈ તંગી ની પડે. 14 ૧૪.વલી આપડે નોકે જરૂરી ખર્ચણે પોચી વલને હારુ ભલ કામ કરવાણ હીખે, કા જીયાથી તે નીરૂપયોગી ની હોવાત. 15 ૧૫.મારે હારીના બધા તુને સલામ કતા હાશે, વિશ્વાસમાંણા જે આપડા પાર પ્રેમ કરતા હાશે તીયાણે સલામ કજે, તુમે બધા પાર કૃપા હોય