અધ્યાય : ૧

1 ૧.સાર્વત્રિક ખ્રિસ્તી વિશ્વાસ પ્રમાણે મારે ખરો દીખરોહ તિતસણે નખનાર ઈશ્વરણે દાસ ને ઈસુ ખ્રિસ્તણે પ્રેરીત પાઉલ,

2 ૨.અનંત જીવનને આશાણે વચન, જી કદી જુઠ બોની ની હકનાર ઈશ્વરે શરૂઆતથી આપ્ય, તીયાણે આશામાં, ઈશ્વરે પસંદ કરીનાહાય વિશ્વાસ દ્રઢ કરને ને ભક્તિભાવ મુજબણે સત્યણે ડહાપણને અર્થે, હાય પ્રેરિત હોવો હામ.

3 ૩.નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાણે સંદેશ પ્રગટ કદો ; આપણે ઉદ્ધારકર્તા ઈશ્વરણે આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાણ કામ માને સુપરત કરાય હાશે. 4 ૪.ઈશ્વરપિતા તરાફથી ને આપડે ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુ તરાફથી તુને કૃપા ને શાંતિ હો.

5 ૫.જી કામ અદર હોતન તી તું યથાસ્થિત કર ને જેહ મયે તુને આજ્ઞા આપી હોતની તેહ તું નગરેનગર વડીલ ઠરાવ ; તીયાં માટે મયે તુને ક્રિતમાં રાખીનો હોતનો. 6 ૬.જી કોઈ માણહ નિર્દોષ હોય, એક સ્ત્રીણે પતિ હોય, જીયાણે નીચકે વિશ્વાસી હોય, જીયણે ઉપાર દુરાચારણે આરોપ મુકવામાં આવ્યો ની હોય ને જે ઉદ્ધત ની હોય, તેવે માણાહાને અધ્યક્ષ ઠરાવાણો.

7 ૭.કેહ કા અધ્યક્ષે ઈશ્વરણે પરિવારને કારભારી તરીકે નિર્દોષ હોવા જુજે ; સ્વછંદી, ક્રોધી, અતિ મધ્યપાન કરનારે, હિંસક કા નીચ લાભ વિષે લોભી હોય હેવા હોવા ની જુજે. 8 ૮.ફણ તીયાયે આગતા - સ્વાગતા કરનારે, સત્કર્મણે પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી

9 ૯.ને ઉપદેશ પ્રમાણેને વિશ્વાસયોગ્ય સંદેશણે દ્રઢતાથી વીલગી રનાર હોવો જુજે ; હિયા માટે કા તો શુદ્ધ શિક્ષણ દ્વારા નોકાહાય ઉત્તેજન આપવાણે ને વિરોધીઓણે દલીલીહીય ખંડન કરવાણે શક્તિમાન હોવે. 10 ૧૦.કેહ કા બંડખોર, બકવાસ કરનારે ને ઠગનારે ખણે હાશે, જે મુખ્યત્વે સુન્નત પક્ષણે હાશે.

11 ૧૧.તીણાહાય બોનતા બંધ કરવા જુજે ; તે નીચ લાભ મેલીવણે હારુ જી ઉચિત કાયની તેવ હિખીવણે બધા કુટુંબણે નાશ કરતો હાશે. 12 ૧૨.તીયણેમાંનો એક પ્રબોધક કતો હાશે કા, 'કીર્તિ નોકે સદા જુઠે, જંગલી પશુઓણે સમાન, આળસુ ખાઉધરા હાશે. "

13 ૧૩.એ સાક્ષી ખરી હાશે માટે તીણાહાય સખત રીતે થમકાવ કા,

14 ૧૪.તે યહૂદીહીય દંતકથાહીય ને સત્યથી ફટીકનાર માણહાય આજ્ઞા પાર ચિત્ત ની રાખતા વિશ્વાસમાં દ્રઢ રત. 15 ૧૫. શુદ્ધણે મન શુદ્ધ હાશે ; ફણ ભ્રષ્ટ ને અવિશ્વાસીઓણે મન કાંઈ બી શુદ્ધ હોત કાયની ; તીયણે મન ને અંતઃકરણ ભ્રષ્ટ હોવના હાશે.

16 ૧૬.આમે ઈશ્વરને જાણતે હામ હેવો તી દાવો કરતા હાશે, ફણ પોતાણે કરણીઓથી તીણાહાય નકારતે હાશે ; તે ધિક્કારપાત્ર, આજ્ઞાભંગ કરનારે ને કાંઈ બી હાર કામ કરને હારુ અયોગ્ય હાશે