અધ્યાય 4

1 પૂઠી ઈસુણે પરીક્ષણ શેતાનથી હોવ તિયાં હારું આત્મા તિયાણે જંગાલમાં હાદી ગો. 2 ચાલહિ દિહીરાત ઉપવાસ કદો પૂઠી તિયાણે ફુખ નાગી. 3 પરીક્ષણ કરનારે તિયાં પાહે આવીને કય કા, "જો તું ઇશ્વરનો ડિખરો હા, તો ઈયાં પથરાણે કય કા, તો રોટનો બની જાય." 4 ફણ ઈસુએ જવાબ આપતા કય કા, "એવ નખીન હા, કા 'માણહ એખની રોટનોથી ની ફણ દરેક શબ્દ જે ઇશ્વરના મોળામાંથી નિકિલત હા તિયાથી જીવંત હા." 5 તિયાં પૂઠી શેતાન તિયાણે પવિત્ર નગરમાં નેય ગો ને ફક્તિણા જગ્યાણા બુરુજ પાર તિયાણે ઊભો કદો, 6 ને તિયાણે કય કા, "જો તું ઇશ્વરનો ડિખરો હા, તે પોતાણે હેઠે પાળી નાખ; કેહે કા એવ નખીન હા, 'ઇશ્વર પોતાણા સ્વર્ગદૂતો હાય તોરે હારું આજ્ઞા કરી; ને દૂતો તુને પોતાણા હાથમાં ધરી નેઈ, ને તોરે પાગ પથ્થર હારી ઠોકાઈ ની." 7 ઈસુએ તિયાણે કય, "એહે ફણ નખીન હા, 'પ્રભુ તોરે ઇશ્વરને તું પરીક્ષણ ની કર.' 8 પાસો શેતાન તિયાણે ખણાં ઊંચા ડિગરા ઉપાર નેઇ ગનો ને દુનિયાણા સઘળાં રાજ્યો ને તિયાણ વૈભવ તિયાણે દેખાળ્યો. 9 ને તિયાણે કયં કા, "જો તું પાગે પળીને મારે ફકતી કરે, તે ઇ બદ હાય તુને આપી દેમ." 10 તિયા ઈસુએ તિયાણે કય કા, "અરે શેતાન, આઘો જા! કેહે કા નખીન હા, 'પ્રભુ તોરે ઇશ્વરને ફકતી કર ને એખના તિયાણે જ સેવા કર."' 11 તિયા શેતાન તિયાણે મૂકીને નાહી ગો; ને સ્વર્ગદૂતોએ તિયા પાહિ આવીને તિયાણે સેવા કદી. 12 યોહાન બંદીવાન કરાયો હા, હવે ઉનાઇને ઈસુ ગાલીલમાં પાછો આવો. 13 પૂઠી નાસરેથ સોળીને ઝબુલોનણા ને નફતાલીણા પ્રદેશમાંણા સમુદ્ર પાહી કપરનાહુમમાં તો આવીને રયો. 14 ઇયા હારું કા પ્રબોધક યશયાએ જી કઇન તિ બદ પુર હોય, 15 "ઝબુલોનણા પ્રાંત, નફ્તાલીણો પ્રાંત, યર્દન નદીણે હલે પાર, એટલે બિન યહૂદીઓણા ગાલિલમાંણે! 16 જી માણેહે આદારામાં જીવતને, તિણાહાય મોટં હુજાલ દેખ્ય ને તિયાં વિસ્તારમાં જી મરણની છાંયડામાં જી બેઠને હોતને, તિણે ઉપાર હુજાલ હોવ." 17 ત્યાં પૂઠી ઈસુ ઉપદેશ કરતાં કણે લાગો કા, "પસ્તાવો કરા, કેહે કા સ્વર્ગણ રાજ્ય પાહી આવ હા." 18 ઇસુ ગાલીલણા સમુદ્રણે કિનારે ચાનતનો ત્યાં તિયે બે ફાવાહાય, એટલે સિમોન જો પિતર કવાતનો તિયાણે ને તિયાણા ફાવહા આન્દ્રિયાણે દરિયામાં જાલ નાખતા દેખ્યા, કેહે કા તે માછને થરનારા હોતના. 19 તિયા ઈસુએ તિણાહાય કય કા, મારે પાછાલ આવા ને હાઇ તુમાહાય માણેહાય થરનારા બનાવીહી.' 20 તિણાહાય તરાત જાલ મુકીને તિયાં પાછાલ ગ. 21 તિયાં પૂઠી આગાલ જાતા તિયે બીજા બે ફાવાહાય, એટલે ઝબદીણો ડિખરો યાકૂબણે ને તિયાણે ફાવાહા યોહાનણે, તિણાહાય બાપા હારી વાહાણમાં પોતાણી જાલ હાદતા દેખ્યા. ને તિણાહાય ફણે હાજજા, 22 તીયા બદા તરાત વાહાણ ને પોતાણા બાપણે સોળીને તિયાં પાછાલ જાતા રયા. 23 ઇસુ સભાસ્થાનમાં ઉપદેશ આપતો, રાજ્યણી સુવાર્તા ઉપદેશ આપીને માણહામાં જાત જાતણા રોગ ને દુઃખ હારે કરતનો, આખા ગાલીલમાં ફિરીયો. 24 તિયાં આખા સિરિયામાં તિયાણે કીરતી ફેલાઈ ગોઈ, ખણાં માણહાય, ને, ખણાં જાતણા રોગીથી પીડાતાહાય, દુષ્ટત્માને વીલગીનાહાઇ વાઈને રોગીહાય ને લકવાવાળહાય બદા તીયા પાહી નાવે; 25 ગાલિલથી, દસનગરથી, યરૂશાલેમથી, યહૂદીયાથી ને યર્દનણે હલે પારથી માણહાય ટોલેટોલાં તિયાણે પાછાલ ગયા.