1 હેરોદ રાજાણા સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુણો જન્મો હોવો તીયા, માગી નોકો પૂર્વથી, યરુશાલેમમા આવીને પૂછણે લાગા કા, 2 "યાહુદીણો જે રાજા જનીમીયો હા, તો કા હા? કેહ કા પૂર્વમાં તીયણે તારો દેખીને આમે તીયાણે ફજન કરને આવા હામ." 3 તી ઉનાયને હેરોદ રાજા ખાબરાયો ને તીયા હારી આખ યરુશાલેમ ફણ ખાબરાય. 4 તીયા પુઠી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકો ને શાસ્ત્રીઓ હે ફેગા કરીને પૂછય કા, "ખ્રિસ્તણો જન્મો કા હોવા જોજે?" 5 તીણાહાય તીયાણે કય કા, "યહૂદીયાણા બેથલેહેમમાં, કેહ કા પ્રબોધકે એહ નખીન હા, 6 'ઓ યહૂદીયા દેશણા બેથલેહેમ, તું યહૂદીયાના સૂબાઓમાં કોઈપણ રીતે બદાહાથી નાન કાયની હા, કેહ કા તોરેમાંથી એક અધિપતિ નિકલી, તો મારે ઇઝરાયલ માણહાય ગોવાલ બની.'" 7 તીયા હેરોદ રાજાએ જ્ઞાનીઓ હે છાનમાન હાદીને, તારો કાણે સમયે દેખાયો, તીયા વિશે તિણાહાય પાહેથી માહિતી મેલવી. 8 તીયે તીણાહાય બેથલેહેમમાં મોકનીને કય કા, "તુમે જાયાને તે બાળક સબંદી હારી રીતે હોદ કરા ને તી પુઠી માને ખબાર આપા, કેહ કા હાય ફણ આવીને તીયા બાળકણે ફજન કર." 9 તીણાહાય રાજાણે કયન ઉનાયને ગયા ને જો તારો તીણાહાય પૂર્વમાં દેખીનો તો તીયાણે આગાલ ચાનણે લાગો ને જીયા બાળક હોતન તીયા જાગા પાર આવીને અટકી ગો. 10 તીણાહાય તારાણે દેખીને ખણા આનંદથી હરખાયા. 11 ખરમાં જાયને તીણાહાય બાળકણે તીયાણે મા મરિયમ પાહે દેખ્ય; પગે પડીને તીયાણે ફજન કદી, પુઠી તીણાહાય પોતાણે થેલી ખોલીને સોનુ, લોબાન ને બોળ તીયાણે નજરાણ કદ. 12 હેરોદ પાહે પાછ જાવણ કાયની, હેવી ચેતાવણી સ્વપ્નમાં મીલી એટલે બીજે વાટે પોતાણા દેશમાં પાછા ગયા. 13 બદાં પાછા ગયા પુઠી, પ્રભુણા સ્વર્ગદૂતે સ્વપ્નમાં યુસુફણે કય કા, "ઉઠ, બાળકણે ને તીયાણે માણે નેય ને મિસરમાં જાતો ર. હાય તુને કમ તીયા હુદી તીયેજ રજે, કેહ કા બાળકણે મારી નાખણે હારુ હેરોદ તીયાણે હોદ કરાવાણો હા." 14 તીયે રાતે યુસુફ ઉઠીને બાળકણે ને તીયાણે માણે નેયને મિસરમાં ગો. 15 ને હેરોદણા મરણ હુદી તીયેજ રયો, એટલે હારુ કા પ્રભુએ પ્રબોધકાહાય જી કયન તી પુર હોય કા, "મિસરમાંથી મયે મારે ડિખરાણે હાદી નેદો." 16 તીયા હેરોદણે ખબર પડી કા જ્ઞાનીઓએ માને છેતીરયો હા, તીયા તો ખણો તપી ગો ને માણહે મોકનીને જીયા સમય હારુ તીયે જ્ઞાનીઓ પાહેથી બરાબર ખબર મેલવી નેદી, તીયા સમયથી નેયને બે વરાહા હુદીણા ને તીયાથી નાને બાળકાહાય જી નર હોતને બેથલેહેમમાં ને આજુબાજુણા વિસ્તારમાં હોતને, તીણાહાય મારી નાખાવ્યો 17 તીયા યર્મિયા પ્રબોધકે જી કયન તી પૂર હોવ કા, 18 "રામાણી સ્ત્રીઓણે રડવાનો ને મોટા વિલાપણો પોકાર રમામાં ઉનાયો, એટલે તે સ્ત્રીઓણે પૂર્વજ રાહેલ પોતાણા બાળકણે હારુ રળીને દિલાસો પામણે માંગતીની કાયની, કેહે કા તીયણે બાળક રયના કાયની." 19 હેરોદણા મરણ પુઠી, પ્રભુણા સ્વર્ગદુતે મિસરમાં યૂસફણે સ્વપ્નમાં આવીને કય કા, 20 "ઉઠ, બાળકણે ને તીયાણે માણે નેયને ઈઝરાયેલ દેશમાં જા કેહ કા જે બાળકણે મારી નાખવાણો વિચાર કરતાના, તે મરી ગયા હા." 21 તીયા યુસુફ બાળકણે ને તીયાણે માણે નેયને ઇઝરાયેલ દેશમાં આવો. 22 ફણ આર્ખીલાઉસ પોતાણા બાપ હેરોદણા જગ્યાએ યહૂદીયામાં રાજ કરતોનો, એવી વાત ઉનાયને તીયે જાતા ખાબરાયો. પોતાણે સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલ પ્રાંત ફણી વલી ગો. 23 તો નાઝારી ક્વાય હેવ પ્રેબોધકોહાય કયન પૂરું હોય તીયા હારુ નાસરેથ નામણા નગરમાં આવીને રયો.