અધ્યાય 15

1 તે પ્રસંગે યરૂશાલેમથી ફરોશીઓ ને શાસ્ત્રીઓ હોય ઈસુણે પાહે આવીને કય કા, 2 "તોરે શિષ્યો વડીલોણા રિવાજોણે ઉલ્લંઘન કેહે કરતા હા? કેહે કા તે હાથ ધોયા વગાર ખાવાણં ખાતા હા." 3 ફણ ઇસુએ તીણાહાય જવાબ આપ્યો કા, "તુમે તમારે રિવાજોથી ઈશ્વરને આજ્ઞાણે ઉલ્લંઘન કે હે કરતા હા?" 4 કેહે કા ઈશ્વરે કય હા કા, 'તુમે તમારે માતા પિતાણે સન્માન કરા' ને 'જી કોઈ પોતાણા માતા પિતાણે નિંદા કરે તી નિશ્ચે માર્યો જાય.' 5 ફણ તુમે કતે હા કા, 'જી કોઈ પોતાણા માતાપિતાણે કય કા, જી વડે મારાથી તીયાણે લાભ હોવો હોય તી ઈશ્વરને અર્પિત હા,"" 6 તો ફલે પોતાણા માતાપિતાણે સન્માન ની કરે; એહે તુમે તુમારે રિવાજથી ઈશ્વરણે આજ્ઞાણે રદ કરી હા. 7 ઓ ઢોગીઓ, યશાયા પ્રબોધક તુમારે સંબંદી હારજ કય કા, 8 ઈ માણેહે પોતાણા હોઠોથી માને માન આપને હા, ફણ તીયાણે હૃદય મારેથી વેગળાં જ રતે હા. 9 તીયાણે ફક્તિ નિરર્થક હા, તે પોતાણે સિદ્ધાંત પ્રમાણે માણહાણે આજ્ઞાઓ હીકવતે હા."" 10 પૂઠી ઈસુએ માણહાય પાહી હાદીને કય કા, "ઉનાયા ને હમજા. 11 મુંમાં જી જાત હા તી માણહાણે વિટલાવત નાથ, ફણ મુંમાંથી જી નીકીલીત હા તી જ માણહાણે વિટલાવત હા." 12 તીયા ઈસુણા શિષ્યોણે પાહી આવીને તિણાહાય કય કા, "એ વાત ઉનાયને ફરોશીઓ નારાજ હા, ઈસુ તુમે જાણતા હા?" 13 ફણ ઈસુએ જવાબ આપતાં કયું કા જે છોડવા મારે સ્વર્ગીય પિતાએ રોપયા નાથ, તે બદ ઉખડી નાખાઈ. 14 તીણાહાય રવા દીયા, તે અંદ માર્ગદર્શકો હા; ને જો અંધળા વ્યક્તિ બીજા આંધળા વ્યક્તિણે દોરે તો તી બેજ ખાડામાં પડી. 15 તીયા પિતરે ઈસુણે જવાબ આપતાં કય કા, "ઈયા દષ્ટાંતણે અર્થ આમાહાય કહ." 16 ઈસુએ કય કા, "કાજા આજુ હુદી તુમે ફણ અણહમજું હા? 17 કાજા તુમે આજુ નાથ હમીજતા કા મુંમાં જી કાંઈ ફોજન નેતે હા તે પેટમાં જાત હા તીયાણે બિનઉપયોગી કચરો નીકલી જાતો હા? 18 ફણ મુંમાંથી જે વાતો નીકીલતી હા, તે મનમાંથી આવતી હા, ને તે માણહાણે વિટલાવતી હા. 19 કેહે કા દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીયભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, ને દુર્ભાષણો હૃદયમાંથી નીકીલતી હા. 20 માણહાણે જી વિટલાવત કરત હા તી એજ હા, "ફણ હાથ ધોયા વગાર ખાણ ખાવાણ એ માણહાણે વિટલાવત નાથ. 21 ઈસુ તીયેથી નીકલીને તુર ને સીદોનમાં પ્રદેશમાં ગો. 22 હેદા, એક કનાની સ્ત્રીએ તીયા વિસ્તારમાંથી આવીને મોટે અવાજે કય કા, ઓ પ્રભુ, દાઉદણા ડિખરા, મારે પાર દયા કરા, મારે ડિખરી ભુતથી બઉ પીડા પામતી હા." 23 ફણ ઈસુએ તે સ્ત્રીણે કાંઈ જવાબ આપયો ની, તીયાણે શિષ્યોએ તીયાણે વિનંતી કરતા કય કા, "તીયેણે મોકની દે, કેહ કા તે આપળે પાછાલ બૂમ પાડયા કરતી હા." 24 ફણ તીયે જવાબ આપ્યો કા, "ઈઝરાયેલણા ખરણા ખોવાયના ઘેટા સિવાય બીજા કોઈણે પાહાય માને મોકીનવામાં આવો નાથ." 25 પૂઠી તે સ્ત્રીએ ઈસુણે પાહાય આવીને તીયાણે પગે પડીને કય કા, "ઓ પ્રભુ, માને મદત કર" 26 તીયા જવાબ આપતાં કય કા, "ડિખરાહાય રોટની નેઈને કુતરાણે નાખવી તી ઉચિત નાથ." 27 તીયે સ્ત્રીએ કય કા, "હાચુ, પ્રભુ, પરંતુ કુતરા ફણ પોતાણા માલિકોણે મેજ પારથી જે ટુકડા પડતાહા તી ખાતો હા." 28 ઈસુએ જવાબ આપતાં તીયેણે કય કા, "ઓ બાઈ, તોરે વિશ્વાસ મોટો હા. જે તુ ચાહતી હા તેવ તુને હોવે." તેજ સમયે તીયેણે ડિખરીણે સાજાપણું મિલ્યા; 29 પૂઠી ઈસુ તીયેથી નીકલીને ગાલીલણા સમુદ્ર પાહે આવો; ને પહાડ પાર ચડીને બેઠો. 30 તિયા કતરેક પેગલે, આદળે, મુંગે, ટુડાહોય ને બીજે ખણાં માણેહે નોકે તીયાણે પાહે નાવે ને ઈસુણા પાગાહા પાહે તિણાાહાય મૂક્યે ને તિયે તીયણે બાદાહાય હારે કદે. 31 જયાં નોકાહાય જાણ કા મુંગે બોનણે લાગે હા, ટુડા હારે હોવે હા, લુલે ચાનતે હોવે હા ને આદળે દેખણે લાગે હા, તિયા તિણાંહાય નવાય નાગી ને ઈઝરાયેલના ઈશ્વરનો મહિમા કદો. 32 ઈસુએ પોતાણે ચેલાહાય પાંહી હાદીને કય કા, "એવા નોકાહા પાર માને દયા આવતી હા, કેહે કા તીન દિહીથી તી મારે હારી રયે હા, તીણાહાય પાહે કાંઈ ખાવાણ કાયની હા. તિણાંહાય ફોખે વિદાય કરવાંણ હાય ઇચ્છતો કાયની, એવ બને કા તી વાટીમાં ચક્કર ખાઈને પડી જાય." 33 ચેલાહાય તીયાણે કય કા, અતરે બદે માણહાય ખાવાણો પુર પાળને ખાવાણો આમે એવા અરણયમાં કાંથી નાવજે? 34 તિયાં ઈસુએ તિણાહાય કય કા, "તુમારે પાહી કતરી રોટની હા?" તિણાંહાય કય કા, "હાત રોટની ને થોળી હી જ માછલી હા." 35 તિયે માણહાય જમીન પાર બેહવાણી આજ્ઞા આપી. 36 તિયે તે હાંત રોટનીને માછને નેઈને સ્તુતિ કદીને ફાગી ને પોતાણા ચેલાહાય આપી, ચેલાહાય માણહાય આપી. 37 બદે ખાઈને થરાયેને; પૂઠી વદીના ટુકળા તિણાહાય હાંત ટોપની ફરી. 38 જીણાહાય ખાદો તી સ્રી બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષો હોતના. 39 માણહાય વિદાય કદે પૂઠી ઈસુ હોળીમાં બેહીને મગદાનાના પ્રદેશમાં આવો.