અધ્યાય -૧૨

1 ૧ અભિમાન કરવાણ ફાયદાકારક નાથ, ફણ મારે તે કરવા જુજે. હાય પ્રભુણે દર્શન ને પ્રકટીકરણણે વાત કણે માડીહિ.

2 ૨ ખ્રિસ્તમાં એક એવો માણહાણે હાય ઓલખીતો હામ તો શરીરમાં હોતનો કા શરીરણે બાયરે હોતનો તી હાય જાણતો નાથ, ફણ ઈશ્વર જાણતો હા, કા તીયાણે ચવુદ વર્ષ ઉપાર સ્વર્ગમાં નેઈ નેવામાં આવો. 3 ૩ હેવા માણહાણે હાય ઓલખીતો હામ શરીરમાં હોતનો કા શરીરણે બાયરે હોતનો, તી હાય જાણતો નાથ, ઈશ્વર તે જાણતો હા.

4 ૪ કા,તીયાણે પારાદૈસમાં નેઈ જાવામાં આવો ને જે વાત બોનવાણી માણહાણે ઉચિત નાથ એવી અકથનીય વાતો તીયે ઉનાવી.

5 ૫ તીયાણે નેદે હાય અભિમાન કરીહી; પોતાણે વિશે કાયની ફણ કેવળ મારે નિર્બળતા વિશે અભિમાન કરીહી. 6 ૬ હાય હાચુજ બોનતો હામ કા જો હાય અભિમાન કરણે માગતો હામ તો મુર્ખ ની હોમ;કોઈ માણહા જેવો માને હેદતો હા,ને મારે ઉનાતો હા;તિયા કરતાં માને કાઈ મોટો ની ગણા તિયા ફાગ હાય મુગો રતો હામ.

7 ૭ માને જે પ્રકટીકરણણે અસાધારણ અનુફવો હોવા તિયા નેદે હાય ફુલાવ ની ને શેતાનણે દૂત તરીકે માને મનુષ્યદેહમા આપવામાં આવતી હા કા જિયાથી હાય વદારે પળતી બડાઈ ની કર. 8 ૮ તિયા વિશે માને તિન વાર પ્રભુણે પ્રાર્થના કદી કા મારે પાહાય થી દુઃખ દૂર કરે.

9 ૯ ફણ તીયે માને કયકા 'તોરે ફાગ મારે કૃપા પૂરતી હા; કેહેકા નિર્બળતા મા મારે પરાક્રમ સંપૂર્ણ હોવા હા`હિયા ફાગ વિષેશ કરીને હાય બોજ ખુશીથી મારે નિર્બળતાણે અભિમાન કરીહી કા ખ્રિસ્તણે પરાક્રમ મારે પાર ઉતરી આવે.

10 ૧૦ હિયા ફાગ નિર્બળતામાં,નિંદામાં,સંકટમાં,સતવાણીમાં,ખેદમાં, ખ્રિસ્તણે નેધે આનંદિત રતો હામ;કેહેકા જિયા હાય નિર્બળ હામ,તિયા હાય બળવાન હામ. 11 ૧૧ હાય અભિમાન કરીને મુર્ખ હોવો કેહેકા તુમે માને ફરજ પાળી;ફણ તુમારે મારે વખાણ કરવાણો હોતન કેહેકા જો હાય કાઈજ ની હોમ તોફાણ હાય મુખ્ય પ્રેરીતો કરતા કાઈ ઉતિરતો નાથ.

12 ૧૨ પ્રેરિતપણાણે નિશાની ઓ એટલે ચિન્ન હો,ચમત્કારો ને પરાક્રમી કામો ખણી ધીરજથી તુમારેમાં હોવે.

13 ૧૩ હાય તુમારે પાર બોજરૂપ ની હોવ હિયા સિવાય તુમે બીજા વિશ્વાસી સમુદાયો કરતા કાઈ રીતે ઉતરતે હોતને? મારે ઓ ગુનો માને માફ કરા. 14 ૧૪ હેદા, હાય ત્રીજી વાર તુમારે પાહાય આવણે તૈયાર હામ ને તુમારે પાર બોજરૂપ ની બન; કેહેકા તુમારે દ્રવ્ય ની ફણ હાય તુમાહાય મેલીવણે માંગતો હામ; કેહેકા સંતાનોણે મા બાપણે ફાગ સંગ્રહ કરવાણ તી યોગ્ય નાથ; ફણ મા-બાપે સંતાનણે ફાગ સંગ્રહ કરવા જુજે.

15 ૧૫ ફણ હાય તુમારે આત્માઓણે ફાગ બજ ખુશીથી મારે સ્વંસ્વ વાપરીહી ને પોતે ફણ વપરાઈ જાહાય; હાય તુમારે પાર બજ પ્રેમ રાખતો હામ તો તુમારે તરફથી માને ઓછો પ્રેમ મીલી? 16 ૧૬ હાર,એહેજ હા તે મયે તુમારે પાર બોજ નાખ્યો ની,ફણ ચાલાક હોવાથી મયે તુમારે ભોળાપણણે લાભ નેધો.

17 ૧૭ ને જીણાહાય મયે તુમારે પાહાયથી મોકીના તિણે માણા કોયણે મારફતે મયે તુમારેથી કાંઈ સ્વાર્થ હેજ્જો જા?

18 ૧૮ મયે તિતશણે વિનંતી કદી ને તિયા હારી એક ભાઈણે મોકીનો. ને તીતસે તુમારે પાહાયથી કાઈ સ્વાર્થ હેજજો? ને એકુજ આત્મામાં આમે ચન્નો નાથ?ને એકુજ પગલામાં, આમે ચાન્નો નાથ? 19 ૧૯ ઈયા બદાથી તુમે એવ થારતે હા કા આમે તુમારે હામે સ્વબચાવ કરતા હામ એવ નાથ; ખ્રિસ્તમાં ઈશ્વરણે આગાલ આમે બોનતા હામ કા, ઇ બદીજ તુમારે ઘડતરઅને ફાગ જ હા. 20 ૨૦ કેહેકા માને બીક નાગતી હા, હાય આવ તિયા કદાચ જેવ હાય તુમાહાય ની હેદે ને જેવો તુમે વિચારતે નાથ તેવો તુમે માને હેદાત;રખેને બોલાચાલી, અદેખાય,ક્રોધ,ઝગડા,ચાલીચુગલી,બડબડાત,ઘમંડ ને ઘાઘલ ધમાલ હોવે;

21 ૨૧ પાછો આવ તિયા કદાચ મારે ઈશ્વર તુમારે આગાલ માને નીચો કરે;ને જે કતરાક આગાલ અશુદ્ધતા,વ્યભિચાર ને જારકર્મ કરતે હોતને ને હેવા પાપ કરીને તીયાણે પસ્તાવો કદો નાથ,તિણેમાણે ખણા હા વિશે હાય દુઃખી હોતો હામ.