2 ૨ કેહેકા ઈશ્વરમાય આસ્થાથી,હાય તુમાંરે વિશે કાળજી રાખતો હામ.કેહેકા એક પતિણે હારી મયે તુમારે સગાઈ કરી હા કા, જિયાથી એક પવિત્ર કુમારીકા જેવા હાય તુમાંહાય ખ્રિસ્તણે હોય. 3 ૩ ફણ માને બીક નાગતી હા, જેહે સર્પે પોતાણે કપટથી હવાણે છેતરી, તે હે ખ્રિસ્ત પ્રત્યેણી નિખાલસ ને પવિત્ર ભક્તિભાવમાંથી તુંમારે મન ફેરવી દેવાય.
4 ૪ કહે કા જો કોઈ આવીને જે ઈસુણે આમે પ્રગટ કદો તીયાથી જુદા જ ઈસુણે પ્રગટ કરે, ને તુમહાય જો આત્મા મિલ્યો તિયાંથી જુદો જ આત્મા પામાત, ને જે સુવાર્તા તુમે સ્વીકારી, તીયાંથી જુદી જ સુવાર્તા સ્વીકારા; તો તુમે તી ખૂબ જ હારી રીતે સહન કરતે હા. 5 ૫ માને નાથ નાગત કા તે બીજા ઉત્તમ પ્રેરિતો કરતા હાય કોઈ ફણ પ્રકારે ઉતરતો હામ.
6 ૬ ફણ જોકા બોનવામાં પ્રવીણ ની હોમ, તો ફણ જ્ઞાનમાં હાય અપૂર્ણ નાથ; ઇ બાબત આમાહાય બદા પ્રકારે ને જેહે અન્યણે સમક્ષ તે હે તુમાહાય જણાવી હા. 7 ૭ તુમાહાય ઉંચા કરવા ભાગો હાય પોતે નીચે હોવો, એટલે મયે તુમાહાય ઈશ્વરણે માફક કે સુવાર્તા પ્રગટ કદી, હિયામાં મયે પાપ કદો ?
9 ૮ તુંમારે સેવા બજાવવા ફગ મયે બીજા વિશ્વાસી સમુદાયોણે લૂંટીને તીણે પાહાયથી નાણા નેદા.
8 ૯ વલી હાઈ તુમારે હારી હોતનો તીયા માંને તંગી પળતી ની તેહે છતાં ફણ હાઈ કોઈણે ભારરૂપ હોવો નાથ કેહેકા મકદોનિયામાંથી જત્રા ભાઈઓ આવના, તિણાહાય મારે જરૂરિયાતો પૂરી પાળીની; ને હાય બદા જ પ્રકારે તુમહાય બોજરૂપ હોતા દૂર રતનો,ને દૂર રહી. 10 ૧૦ જેહે ખ્રિસ્તણે સત્ય મારેમાં હા તેહે,અખાયાના કોઈ ફણ પ્રાંતમાં ઈયા પ્રમાણે અભિમાન કરતા કોઈ માને રોકી અખે ની.
11 ૧૧ કાજા ખન્ને? ને હીયા ફાગ કા હાય તુમારે ઉપાર પ્રેમ રાખતો નાથ? ઈશ્વર જાણતો હા કા હાય પ્રેમ રાખતો હામ. 12 ૧૨ ફણ હાય જી કરતો હામ, તી કરતો રહી, કા જીયા થી જી,જિયા માં અભિમાન કરીને અમારે અરખો દેખાવા માગતો હા તિણાહાય લાગ મીલેતો હાય અટકાવ.
13 ૧૩ કહેતા એવે માણહે જુઠા, પ્રેરીતો, કપટી કાર્યકર્તા ઓ ને ખ્રિસ્તણે પ્રેરિતણે વેશ ધારાનારે હા. 14 ૧૪ હીયામાં કાંઈ આશ્ચર્યનાથ, કેહેકા શેતાન પોતે પ્રકાશણે સ્વર્ગ દૂતણે વેશ ધારતો હા;
15 ૧૫ તીયાંથી જો તીયાંણે સેવકો ફણ ન્યાયપણના સેવકોણે વેસ ધારે, તો તે મોટો આચાર્યનણે બાબત નાથ; તિણે કામ પ્રમાણે તિણાહાય પરિણામ આવી. 16 ૧૬ હાય પાછો કતો હામ કા, કોઈ માણહે માને મૂર્ખ ની ધારવો, ફણ જો તુમે આમાહાય ધારતે હોય, તો તુંમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવાણો, જીયાથી હાય ફણ થોળક અભિમાન કર.
17 ૧૭ જી હાય કતો હામ, પ્રભુણે કવા પ્રમાણે નાથ કતો; ફણ અભિમાનણે આવેશમાં જાણે કા મૂર્ખાઈ થી બોનતો હામ.
18 ૧૮ સાંસારિક બાબતે ખણા અભિમાન કરતો હા, ને હાય ફણ કરી હી. 19 ૧૯ કેહે કા તુમે પોતે બુદ્ધિમાન હા, તુમે મૂર્ખોણે સહન કરતે હા!
20 ૨૦ કહે કા જો કોઈ તુમાંહાય ગુલામ બનાવે, જો કોઈ તુમાંરે ખાઈ જાય, જો કોઈ તુમાહાય સપડાવે, જો કોઈ પોતાણે મોટો કરે, જો કોઈ તુમાંહાય તમાચો મારે, તો તિયાણે તુમે સહન કરતે હા.
21 ૨૧ જાણે કા આમે અબળ હોતને, એવ હાય પોતાણે હલકો ગણતા કતો હામ; જીયામાં કોઈ હિંમતવાન હા તિયામાં હાય ફાણ હિંમતવાન હામ; ઈ બદ હાય મૂર્ખાઈથી બોનતો હામ. 22 ૨૨ ને તુમે હિબ્રુ હા? હાય ફણ હામ. ને તી બદે ઇઝરાયેલી હા? હાય ફણ હામ. ઈબ્રાહિમને સંતાન હા? હાય ફન હામ.
23 ૨૩ ને તી બદે ખ્રિસ્તણે સેવકો હા?હાય મૂર્ખણે કાળી બોનતો હામ ને હાય તિણે કરતા વિશેષ હામ.કેહેકા મયે વધારે સેવા કદી હા;વધારે પ્રમાણમાં જેલવાસ કદા હા;વધારે વખાત ગણતરી વગાર નાં ફાટકાણે માર ખાદો હા;વારંવાર મૃત્યુણે મુખમાં ઠેકનાયો હામ. 24 ૨૪ પાંચ વાર મયે યહૂદીઓથી ઓગણ ચાલીસ ફટકા ખાધા,
25 ૨૫ તીન વાર મયે ડંડા ને માર ખાધો,એકવાર પથ્થરને માર ખાધો,તીન વાર મારે વહાણ ફાગીગ,એક રાત દિહી હાય દરિયામાં પળી રયનો.
26 ૨૬ બજ મુસાફરી કદી,નદીઓણે સંકટોમાં,લૂંટારાઓમાં,સ્વદેશીઓમાં,વિદેશીઓમાં ને પાંખડી ભાઈઓ માને ભયગ્રસ્ત કદો.હાય નગરમાં,જંગલમાં,સમુદ્રમાં જોખમો વેઠયે. 27 ૨૭ શ્રમ ને કષ્ટ,વારંવાર ના ઉજાગરાઓ,ફુખ,તરહ,વારંવાર ઉપવાસો,ઠંડી ને વસ્ત્રોણે અછત હી બદજ મયે સહન કદ.
28 ૨૮ ઈ બદ બીજી વાતો ઉપરાંત, રોજ મારે પાર બોજ,એટલે બદેજ વિશ્વાસી સમુદાયણે ચિંતા,રતી હા.
29 ૨૯ કોઈ અબળણે હેદીને,હાય અબળ હોતો નાથ?કોઈ ઠોકર ખાતો હા.ને મારે હદય બળત નાથ? 30 ૩૦ જો અભીમાન કરતા પળે, તો હાય મારે નિર્બળતાણે અભિમાન કરીહી.
31 ૩૧ આપળે પ્રભુ ઈશુ ખ્રિસ્તણે ઈશ્વર ને પિતા જો સર્વકાળ હુદી સુતત્ય હા,તો જાણતો હા કા હાય જૂઠ કતો નાથ. 32 ૩૨ દમસ્કસમાં અરીતાસ રાજાણે રાજ્યપાલે માને થરાવવા માંગતોનો,દમસ્કીઓણે નગર પાર ચોકી પહેરો ગોઠીવ્યે.
33 ૩૩ ફણ ટોપલીમાં બેહાડીને બારીમાં હોઈને કોટ પારથી માને નગરણે બાયરી ઉતારી મુકવામાં આવો. હેવી રીતે હાય તીયાણે સકંજામાંથી બચી ગો.