1 હવે સંતોણે સેવા વિષે, મારે તુમાહાય નખવાણી અગત્ય નાથ 2 કેહે કા તુમારે ઉત્કઠાં જાણતો હામ; ને તિયા વિષે હાય મકદોનીયાણે નોકોણે આગાલ તુમારે ફાગર્વ કરિયા કરતો હામ, કા આખાયાએ એક વરાહાથી તિયારી કદી હા. તુમારે ઉત્કઠાંએ ખણાઓહી ઉત્સાહિત કદે હા. 3 હવે મયે ફાવાહાયણે ફણ મોકીન હા કા, તુમારે વિશેણે આમારે ગર્વ વ્યર્થ ની જાય; ને જેહે મયે કય તેહે તુમે તૈયાર હોવા; 4 એહે ની હોવે કા, મકદોનીયાણે કોઈ માણહે મારે હારી આવે ને તુમાહાય તૈયાર હોવને હેદે ની, તો તુમારે વિશેણી ગર્વણે કારણે આમારે હાય ની કમ કા તુમારે ફણ સરમાવા પડે. 5 હિયાથી માને જરૂરી નાગ કા ફાવાહાયણે વિનંતી કરવી કા તી તુમારે પાહાય વેલે આવે ને જે દા ન આપવાણે તુમાહાય વચન આપ્ચ હતન, તી આગાલથી ઉગરાવી રાખે. તી દાન જબરદસ્તીથી ની ફણ ઉદારતાથી તૈયાર રાખવામાં આવે. 6 હિ તે ખરજ હા કા, જી કંજૂસાઈથી વાવતે હા, તી લણી ફણ કંજૂસાઈમાં; ને જે ઉદારતાથી વાવતે હામ; તી ઉદારતાથી લણી. 7 જેહે બદાહાય પોતાણે હૃદયમાં આગાલથી નક્કી કદ હા, તિયા પ્રમાણે તીયે આપવાણ; પરણે ની, ફરજિયાત ફણ ની; કેહે કા ખુશીથી આપનારણે ઈશ્વર પ્રેમ કરતો હા. 8 ઈશ્વર તુમારે પાર બદા જ પ્રકારણે પુષ્કળ કૃપા કરવાણે સમર્થ હા કા, જિયાથી હમેશા તુમારે પાહાય સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાણે નેદે, તુમે બદે હારે કામ કરવામાં વદતે જાયા. 9 જેહે નખીન હા કા, 'તીયે વેચ્ચ હા, તીયે ગરીબોણે આપ્ચ હા, તીયાણે ન્યાયપણું સર્વકાળ ટકત હા." 10 જી વાવનારણે ફાગ બીજ ને ખોરાકણે ફાગ રોટલી પુર પાળત હા, તી તુમારે વાવનારણે બીજ પુર પાળત હા ને વદારી ને તુમારે ન્યાયપણાણે ફળોણે વૃદ્ધિ કરી; 11 ને તુમે બદાજ પ્રકારે ધનવાન હોવા કા જિયાથી તુમે ઉદાર બની અખાત ને તિયાથી આમારે મારફ તે ઈશ્વરણે સ્તુતિ હોવે. 12 કેહે કા ઈયા સેવાણે કામ ફકત સંતોણે ગરજ પુરી પળે, અતરજ ની, ફણ ઈશ્વરણે પુષ્કળ સ્તુતિમાં પરિણામે હા; 13 એટલે ઈયા સેવાણે પુરાવાથી, તી બદે, ખ્રિસ્તણે સુવાર્તાણે તુમારે કબૂલાત પ્રત્યેણી આદિનતા ફાગ ને તિણે ફણ ને બદાહાય ફણ તુમારે દાનણે પુષ્કળતાણે ફાગ, ઈશ્વરણે મહિમા કરતે હામ. 14 તુમારે પાર ઇશ્વરણે અધિક કૃપા ફાગ તી બદે તુમારે ફાગુ પ્રાર્થના કરતે ને તુમારે ફાગુ ઝંખતે હા. 15 ઈશ્વરણે અવર્ણીનિય દાન ઈસુ ખ્રિસ્તણે ફાગુ તિણે આભરસ્તુતિ હોવે.