1 આમે, તિણે હારી કામ કરનારા, તીણાહાય વિનંતી કરતા હામ, કા તુમાહાય ઈશ્વરણે કૃપા સ્વીકાર કદી હા તિયાણે વ્યર્થ હોવા દેતે નખા. 2 કેહે કા તો કતો હા કા, `મયે માન્યકાળમાં તોરે ઊનાય, ને ઉદ્ધારણે દિહીમાં મયે તુમાહાય સહાય કદી; 3 આમારે સેવાકાર્યણે દોષ ની લાગે, તિયા ફાગુ આમે કશામા કોઈણે અડચણરુપ હોતે કાયની. 4 ફણ આમે બદામાં પોતાણે ઈશ્વરણે સેવકોણે જેવા દેખાડતા હામ; ખણી થિરજથી, વિપત્તિથી, તંગીથી,વેદનાથી, 5 ફાટકાઓથી, કેદીખાનાંઓથી, હંગામઓથી, કષ્ટથી, ઉજાગરાથી, ફૂખથી, 6 શુદ્વાપણાથી, જ્ઞાનથી, સહનશીલતાથી, ઉપકારીપણાથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રેમથી, 7 સત્યવચનથી, ઈશ્વરણે પ્રરાક્રમથી, જમણા ને ડાબા હાથ પાર ન્યાયપણાણે હથિયારથી. 8 માન ને અપમાનથી, અપકીર્તિ ને સુકીર્તિથી; જુઠે ગણાયેને તોફણ હાચે; 9 અજાયણે તોફણ નામાંકિત; મરણ નજીક તોફણ હેદા જીવંત હામ; શિક્ષા પામીને જેવે તોફણ મૃત્યુ પામીને કાયની; 10 શોકાતુરમાણે જેવે તોફણ સદા આનંદ કરનારે; ગરીબ જેવે તોફણ ખણાહાય ધનવાન કરનારે; કંગાલ જેવે તોફણ બદાહાય માલિક હામ; 11 ઓ કરીંથીઓ, તુમારે હારુ આમારે મું ખુલ્લ હા, આમારે હૃદય વિશાળ હા. 12 તુમે આમારે સંકુચિત હોવે કાયની, ફણ પોતાણે અંતઃકરણમાં સંકુચિત હોવે હા. 13 તો ઈયા બદલે જેહે બાણકોણે તુમાહાય તિણાહાય કય હા, તુમે ફણ હૃદયથી ઉદાર હોવા. 14 અવિશ્વસીઓણે હારી અઘટિત સબદ ની રાખ; કેહે કા ન્યાયપણાણે હારી અન્યાયપણા હારી કાજા સબંદ હોય? ને ઉજાલાણે અંદકારણે હારી કાજા સંગત હોય? 15 ને ખ્રિસ્તણે હારી શેતાનણે સબંદ હોઈ હખે? કા વિશ્વાસીણે અવિશ્વાસીણે હારી કાજા ફાગ હોય? 16 ને ઈશ્વરણે સભાસ્થાનણે મૂર્તિણે હારી સબંદ હોય ખરો? કેહે કા આપણે જીવતા ઈશ્વરણે ફક્તિસ્થાન હામ, જેહે ઈશ્વરે કય હા, 'હાય તિણાહામા રહી ને ચાનીહી; તિણે ઈશ્વર હોવિહી; ને તી મારે નોકો હોવી.''' 17 ને, 'તુમે તિણેમાંથી નિકલી આવા, ને જુદે હોવા,' ને પ્રભુ કતો હા, 'અશુદ્ધને અટકીતે નખા, ને હાય તોરે સ્વીકાર કરહિ, 18 ને તુમારે પિતા હોવહી, ને તુમે મારે ડિખરીહીડિખરાહ હોવહા, એહે સર્વસમર્થ પ્રભુ કતો હા."