અધ્યાય 6

1 તુમારેમાંથી કોઈણે બીજા હારી તકરાર હોવી હોય, તો સંતોણે આગાલ નખે જાતે ને અવિશ્વાસીઓણે આગાલ ન્યાય માગણે જાય હી કેવ કવાય? 2 સંતો માનવજગતણે ન્યાય કરે હી તુમે જાણતે કાયની? ને જો તુમારેથી માનવજગતણે ન્યાય કરવામાં આવે તો તુમે તદ્દન નીજેવી તકરારણે ચુકાદો કરવાણે યોગ્ય કાયની હા? 3 આપળે દૂતોણે ન્યાય કરહુ હી તુમે જાણતે કાયની? તો ઈયા જીદંગીણે નાગતી બાબતોણે ન્યાય આપળે ની કરી હખજે? 4 હિયા ફાગ જો તુમારે ઈયા જિંદગીણે બાબતોણે ન્યાય કરવાણો હોય, તો વિશ્વાસી સમુદાયમાં જિણાહાય તુમે ગણકારતે કાયની તીણહાય તુમે ન્યાય કરવાણે બેહાળતે હા? 5 હાય તુમાહાય હરમાવણે ફાગ કતો હામ. કા ફાવાહા ફાવાહાણે વચ્ચે ન્યાય કરી અખાત, હેવ એક ફણ જ્ઞાની માણહ તુમારેમાં નાથ? 6 ફણ ઈયે તો ફાવાહા પોતાણે ફાવાહા હામે ફરિયાદ કરતો હા; ને તી વલી અવિશ્વાસીઓણે હામે! 7 એટલે હમૂ તુમારેમાં હાચુ જ ગેરહમજ ઉભી હોવી હા, કા, તુમે એકબીજાણે હામે ફરિયાદ કરતે હા. એહે કરવાણે બદલે તુમે અન્યાય કેહે સહન કરતે નાથ? 8 ઉલટે તે તુમે અન્યાય કરતે હા, ને બીજાણે પાળાવી નેતે હા, ને તી ફણ તુમારે ફાવાહાયણે! 9 ને કાજા તુમે જાણતે નાથ કા અન્યાયીઓણે ઈશ્વરણે રાજ્યણે વારસો પામી અખતે નાથ? તુમે ફૂલ નખે કરતે; વલી વ્યભિચારી, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ ને સજાતીય પુરુષ સબંદ રાખનારે, 10 ચોરી કરનારો, લોફીઓ, સ્વછંદી, નિંદા કરનારે ને જુલમથી પયહા પાળવનારે, તીણાહાય ઇશ્વરેણે રાજ્યણે વારસો મિલી ની. 11 તુમારેમાંણે કતરેક એવે હોતને, ફણ તુમે ઈસુ ખ્રિસ્તણે નામે ને આપણે ઇશ્વરણે આત્માથી શુદ્ધ હોવે, ને પવિત્રતા ને ન્યાયપણું પામીએ હા. 12 બદી વસ્તુ માને છૂટ હા. ફણ હી બદ લાફકારક નાથ. ફણ હાય તીણહાય કોયથી નિયંત્રીત હોવાણો નાથ. 13 ખોરાક પેટણે ફાગ હા ને પેટ ખોરાક ફાગ હા. ફણ ઈશ્વર બેવાહાય નાશ કરી. હવે શરીર વ્યભિચાર ફાગ નાથ, ફણ પ્રભુણે મહિમા કરવા ફાગ આપવામાં આવ હા, ને પ્રભુણે શરીરણે ફાગ. 14 ઇશ્વરે ઈસુણે સજીવન કદ હા,ને પોતાણે પરાક્રમથી તે આપળાહાય ફણ મૃત્યુમાંથી સજીવન કરી. 15 આપળે શરીર ખ્રિસ્તણે અંગ હા, હી કા તુમે નાથ જાણતે? તિયા હાય ખ્રિસ્તણે અંગોણે વ્યભિચારીણે અંગ બનાવ? હેવ ની હોવે. 16 તુમે નાથ જાણતે કા વ્યભિચારણે હારી જી જોડાત હા, તી તિયા હારી એક દેહ હોત હા? કેહે કા શાસ્ત્ર કત હા કા, તી એક દેહ હોવી. 17 ફણ પ્રભુણે હારી જી જોડાય હા તી તે તિયા હારી એક આત્મા હોવી. 18 વ્યભિચારથી તુમે નાહાયા, માણહુ જી પાપ કરાત તી શરીરણે બારણે હા; ફણ વ્યભિચારી પોતાણે શરીરણે વિરુદ્ધ પાપ કરતે હા. 19 તુમે નાથ જાણતે કા તુમારેમાં જો પવિત્ર આત્મા હા, જો તુમાહાય ઈશ્વર પાહાયથી આપવામાં આવો હા, તીયાણે ફકિતસ્થાન તુમારે શરીર હા? ને તુમે પોતાણે નાથ, 20 કેહે કા મૂલ્ય ચૂકવીને તુમાહાય ખરીદવામાં આવે હા. તિયાથી હવે તુમારે શરીર ને તુમારે આત્મા ઈશ્વરણે હા, તુમારે શરીર દ્રારા ઈશ્વરણે મહિમા આપા.