અધ્યાય 3

1 ફાવાહાય, જેહે આત્મિક મનુષ્યણે હારી વાત કરતો હામ તેવી રીતે તુમારે હારી વાત કરી હખ્યો કાયની, ફણ સાંસરિકોણે હારી એટલે ખ્રિસ્તમાં બાળકોણે હારિ વાત કરતો હામ તેવી રીતે મયે તુમારે હારિ વાત કદી. 2 મયે તુમાહાય દુદથી પોહોયે હા, ને ફારી ખોરાકથી કાયની; કેહે કા તુમે ફારી ખોરાક ખાણે સમર્થ કાયની હોતને, ને અમુ ફણ સમર્થ કાયની હા, 3 કેહે કા તુમે આજુ સાંસારિક હા. કેહે કા તુમારેમાં અદેખાય ને ઝઘડા હા, એટલે તુમે સાંસારિક નાથ, ને સાંસારિક માણહાણે કાણી વર્તીતે નાથ? 4 કેહે કા જીયા તુમારેમાંણે એહે કતને કા, 'હાય પાઉલણે હામ,' ને બીજે કતે હા કા 'હાય આપોલસણે હામ,` તિયા તુમે સાંસારિક માણહાણે કાણી વર્તન કરતે નાથ કા? 5 તો આપોલસ કિડો હા? ને પાઉલ કીડો હા? જેહે પ્રભુયે બદાહાય સેવા કાર્ય આપ્ચ હા તિયાજ પ્રમાણેતી જીવીત ઈશ્વરણે સેવકો જ હા, તિયાણે થકી તુમે વિશ્વાસ કદો હા. 6 મયે તે માત્ર રોપ્ચ, ને આપોલસે પાણી પાય, ફણ ઈશ્વરે તીયાણે ઉગાયળ ને વૃદ્ધિ આપી હા. 7 ને સિંચનાર ફણ કોય નાથ; ને રોપનાર બી કોય નાથ; ને વૃદ્ધિ આપનાર ઈશ્વર તોજ સર્વસ્વ હા. 8 રોપનાર ને હીંચનાર એકુજ હા; ફણ બદાહાય તીયાણે મહેનત પ્રમાણે બદલો મિલી. 9 કેહે કા આમે ઈશ્વરણે સેવક તરીકે હારી કામ કરનારે હામ; તુમે ઈશ્વરણે ખેતી, ને ઈશ્વરણે ઇમારત હા. 10 ઈશ્વરણે મારે પાર હોવની કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મયે પાયો નાખ્યો હા; ને તિયા પાર કોઈ બીજો બાંદતો હા. ફણ પોતે તિયા પાર કેવી રીતે બાંદતો હા તિયા વિશે બદાહાય સાવદાન રવાણ. 11 કેહે કા જો નાખાય નો પાયો હા તે ઈસુ ખ્રિસ્ત હા. તિયા સિવાય બીજો પાયો કોઈ નાખી હખતો કાયની. 12 ફણ જો ઈયા પાયા પાર બાંદનારો કોઈ હન, ચાંદી અમૂલ્ય પથ્થર, નાકળ કા, પરાળણે ઉપીયોગ કરે, 13 તો બદાહાય કામ કેવ હા તી ખુલ્લ કરવામાં આવી; કેહે કા તીયે દિહી તી ઉગાળ પાળી, અગ્નિથી તી પ્રગટ કરવામાં આવી; ને બદાહાય કામ કેવ હા તી અગ્નિ જ પારખી. 14 જિયા કોઈએ તિયા પાયા પાર બાંદકામ કદ હોય, તિજ ટકી રઈ ને તિજ બદલો પામી. 15 જીયા કોયણે કામ બલી જાય, તો તીયાણે નુકસાન હોવી; ને ફણ તી જાતે જાણી કા અગ્નિમાંથી બચીના જેવો હોવી. 16 તુમે ઈશ્વરણે ફક્તિસ્થાન હા, ને તુમારેમાં ઈશ્વરણે પવિત્ર આત્મા વાસ કરતો હા, તી તુમે કાયની જાણતે? 17 જી કોઈ ઈશ્વરણે સભાસ્થાનણે નાશ કરત હા, તો ઈશ્વર તીયાણે નાશ કરી; કહે કા ઈશ્વરણે તી ફક્તિસ્થાનણે હા ને તી પવિત્ર હા, ને તિ ફક્તિસ્થાન તુમે હા. 18 કોઈ પોતે પોતાણે છેતરે ની. ને જી ઈયા જમાનામાં તુમારેમાંણે કોઈ પોતાણે જ્ઞાની માનતો હા, તો જ્ઞાની હોવા ફાગ તીયે મુર્ખ બનવ જરૂરી હા. 19 કેહે કા ઈયા જમાનાણે જ્ઞાન ઈશ્વર આગાલ મુર્ખતા રુપ હા; કેહે કા નખીન હા કા, પ્રભુ કવાતો જ્ઞાનીઓણે તીણેજ ચતુરાઈમાં થરી પાળી. 20 ને પ્રભુ જાણતો હા કા જ્ઞાનીઓણે વિચાર વ્યર્થ હા. 21 ને કોઈ બી માણહાયે માણહાય વિશે અભિમાન ની કરવાણ, કેહે કા ઈશ્વરે તુમાહાય બદજ આપીન હા. 22 પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનણે કા ફવિષ્યણે બાબત; ને હી બદજ તુમારે જ હા; 23 તુમે ખ્રિસ્તણે હા; ને ખ્રિસ્ત ઈશ્વરણે હા.