1 જેહે હાય ખ્રિસ્તણે અનુસરતો હામ તેહે તુમે અનુસરા. 2 ને તુમે બદીજ બાબતોમાં મારે સ્મરણ કરતે હા ને જેહે તુમાહાય મયે જે આજ્ઞાઓ આપી, તિયા પ્રમાણે દ્રઢતાથી પાલન કરતે હા તિયા ફાગુ હાય તુમારે પ્રસંશા કરતો હામ. 3 હાય તુમાહાય જાણીવણે માગતો હામ કા પ્રત્યેક પુરુષણે શિર ખ્રિસ્ત હા ને સ્ત્રીણે શિર પુરુષ હા; ને ખ્રિસ્તણે શિર ઈશ્વર હા. 4 ને જો કોઈ પુરુષ પ્રાર્થના કા પ્રબોધ કરતો હોય તિયા તો પોતાણે માથ ઠાકીન રાખે, તિયા તો પોતાણે માથાણે અપમાન કરતો હા. 5 પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લા માથે પ્રાર્થના કા પ્રબોધ કરતી હા, ને તે પોતાણે માથાણે અપમાન કરતી હા, કેહે કા તેહે કરવાણ તિણે નિબાલે ઉતારાવી નાખ્યે સમાન હા. 6 કેહે કા જો સ્ત્રી માથ ઓઢવે ની તો તીયે પોતાણે નીબાલે ઉતરાવી નાખવા જોજે; ફણ જોકા નિબાલે ઉતરાવવાથી સ્ત્રીણે શરમ નાગે તો તીયે પોતાણે માથે ઓઢાવવા જોજે. 7 કેહે કા પુરુષ માથ ઢાંકવાણ ઘટત નાથ, ને તો ઈશ્વરણે પ્રતિમા ને મહિમા હા, ફણ સ્ત્રી તો પુરુષણે વૈભવ હા; 8 કેહે કા પુરુષ સ્ત્રીથી હોવો નાથ, ફણ સ્ત્રી પુરુષથી હા. 9 પુરુષણે સર્જન સ્ત્રીણે ફાગ કરવામાં આવ નાથ, ફણ સ્ત્રીણે સર્જન તો પુરુષણે ફાગ કરવામાં આવ હા. 10 હિયા કારણથી ને સ્વર્ગદૂતોણે નેદે સ્ત્રીએ પોતાણે આદીનતા દર્શાવવા ફાગ માથે ઓઢીને રાખવામાં તી ઉચિત હા. 11 ને તો ફણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નાથ, ને સ્ત્રી પુરુષરહિત નાથ. 12 કેહે કા જેહે સ્ત્રી પુરુષથી હા તેહે પુરુષ સ્ત્રીણે આશરે, ફણ બદે પ્રભુથી હા. 13 સ્ત્રી ઘૂંઘટ વગાર ઈશ્વરણે પ્રાર્થના કરે હી તિણે શોભા કા? હિયા વાતણે નિર્ણય તુમે પોતે કરા 14 ને પ્રકૃતી પોતે તુમાહાય હિખીવતી નાથ, કા જો પુરુષણે લાંબે નિબાલે હોય તો તીયાણે અપમાનરુપ હા? 15 ફણ જો સ્ત્રીણે લાંબે નિબાલે હોય તે તિણે શોભા હા, કેહે કા તિયેણે નિબાલે આચ્છાદનને ફાગુ તિયેણે આપવામાં આવત હા. 16 ફણ જો કોઈ માણહ હિયા બાબત વિષે વિવાદી માલુમ પળે, તો જાણવાણ કા, આપળેમાં ને ઈશ્વરને વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નાથ. 17 હી કઈને હાય તુમારે પ્રશંસા કરતો નાથ, કેહે કા તુમે સુદારાણે ફાગે નાથ, ફણ બાગાળને હારું ફેગે મિલતે હા. 18 કેહે કા પ્રથમ, તુમે સભામાં ફેગે હોતે હા, તિયા તુમારેમાં ફાટફૂટ હોવાણે મારે ઉનવવામાં આવત હા. ને કતરાક સમયહુદી તી ખરું માનતો હામ. 19 જી પસંદ હોવે હા તી પ્રગટ હોવે હિયા ફાગ જરૂરી હા કા તુમારેમાં મતફેદ પળે. 20 ને તુમે એકુજ જગ્યાએ મિલતે હા તિયા પ્રભુણે ફોજન કરવાણ હી અહખ્ય હોય પળત હા. 21 કેહે કા ખાવામાં બદેજ પોતાણે ખાવાણ ખાઈ નેતે હા; ને કોઈ સ્વંછંદી બનતો હા. 22 ને તુમારે ખાવાણ ને પીવાણ તુમારે ખર નાથ? કેહે કા તુમે ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે ધિક્કારતે હા, કા જીણે પાહાય નાથ તીણાહાય શરમાવતી હા? હાય તુમાહાય કાજા કમ? ને હિયામાં હાય તુમાહાય વખાણ? એહે હાય તુમારે પ્રશંસા કરતો નાથ. 23 કેહે કા જો હાય પ્રભુથી પામ્યો તી મયે તુમાહાય આપી દેદ, એટલે કા જીયે રાતે પ્રભુ ઇસુણે પરસ્વાદીન કરવામાં આવો, તીયા તીયે રોટલી નેદી, 24 ને સ્તુતિ કરીને ફાગીને કય કા, 'નેદ ખાયા, હી મારે શરીર હા, જી તુમારે ફાગ ફાંગવામાં આવ હા, મારે યાદગીરીણે હારું તી કરા.''' 25 ને ખાદા પુઠી, પ્યાલો ફણ નેઈને કય કા, ઓ પ્યાલો મારે નુંયણે નવો કરાર હા; તુમે જતરી વખત તી પીતે હા, તતરી વાર મારે યાદગિરીણે હારું તી કરા.''' 26 કેહે કા જતરી વાર તુમે એ રોટલી ખાતે હા ને ઓ પ્યાલો પીતે હા તતરી વાર તુમે પ્રભુણે આવતા હુદી તીયાણે મરણ પ્રગટ કરતે હા. 27 ને જો કોઈ માણહ અયોગ્ય રીતે પ્રભુણે રોટલી ખાત હા, કા તીયાણે પ્યાલો પીતો હા, તો પ્રભુણે શરીરણે ને નુઈણે અપરાદી હોય. 28 ફણ બદાહાય પોતાણે તપાસ કરવાણી એહે કરીને રોટલીમાંથી ખાવાણ ને પ્યાલામાંથી પીવાણ. 29 કેહે કા પ્રભુણે શરીરણે ફેદ જાણ્યા વગાર જો કોઈ અયોગ્ય રીતે ખાય ને પીય તે, ખાદાથી ને પીદાથી પોતાણે શિક્ષાણે પાત્ર કરતો હા. 30 હિયા કારણથી તુમારેમાં ખણે અબળ ને રોગી હા; ને ખણે ઉગતે હા. 31 ફણ જો આપળે પોતાણે તપાસીએ, ને તો આપણે પાર ન્યાય કરવામાં ની આવે. 32 ફણ આપળો ન્યાય કરાય, તિયા આપળે પ્રભુથી શિક્ષા પામતે હામ, જિયાથી જગતણે હારી આપળાહાય શિક્ષા હોવે ની કા. 33 ને મારે ફાવાહાય, તુમે ખાવાણ ખાણે ફાગે મિલતે હા તિયા, એકબીજાણે વાટ હેદા; 34 ને જો કોઈ ફૂખ્યો હોય, તો તે 'પોતાણે ખરમાં ખાય, જિયાથી તુમારે ફેગ મિલવાણ શિક્ષાપાત્ર ની હોવે; હવે જી કાઈ બાકી હાસે તી હાય આવહી તિયા યથાશક્તિ કરહી.