1 કરિંથમાંણા ઈશ્વરણે વિશ્વાસી સમુદાયણે, ને જિયાણે ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવને હા, જિણાહાય શિષ્ય તરીકે હાદવામાં આવને હા ને બદે જાગે આપળે પ્રભુ, એટલે તિણાહાય ને આપળે પ્રભુ, ઈસુ ખ્રિસ્તણે નામે પ્રાર્થના કરતે હા તી બદાહાય, 2 આપળે ઈશ્વરણે ઈચ્છાથી ઈસુ ખ્રિસ્તણે પ્રેરિત હોવાણે તેડાયેનો પાઉલ ને ફાવાહા સોસ્થનેસ નખતો હા. 3 આપળે પિતા ઈશ્વર તરફથી ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તુમાહાય કૃપા ને શાંતિ હોય. 4 ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરણે જે કૃપા તુમાહાય આપવામાં આવી હા, તીયા ફાગ હાય તુમારે વિષે મારે ઈશ્વરણે આભાર માનતો હામ; 5 કેહ કા જેહ ખ્રિસ્ત વિષે આમારે સાક્ષી તુમારેમાં દ્રઢ હોવી તેહે, 6 બદ બોનવામાં ને બદ જ્ઞાનમાં, તુમે સર્વ પ્રકારે તિયામાં ફરપૂર હોવા. 7 જિયાથી તુમાહાય કોઈ ફણ કૃપાદાનમાં અપૂર્ણ નખે રતે, આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે પ્રગટ હોવાણી વાટ હેદ તેમ. 8 તુમે આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે દિવસે નિર્દોષ માલુમ પળજે, હિયા ફાગ તે તુમાહાય છેન્ને હુદી મજબૂત રાખી. 9 જિયા ઇશ્વરે તુમાહાય તીયાણે ડિખરો આપળે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે સંગતમાં હાદીને, તી વિશ્વાસુ હા. 10 હવે, ફાવાહાય, હાય આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તણે નામે તુમાહાય વિનંતી કરતો હામ કા તુમે બંદે દરેક બાબતમાં એકમત હોવા, તુમારેમાં પક્ષ પડવા નખે દેતે એકુજ મનણે ને એકુજ મતણે હોયને પૂર્ણ ઐકયમાં રયા. 11 મારે ફાવાહાય, ઈ અતરા માટે કતો હામ કા તુમારે સંબંદી કલોએણે ખરણે માણહાય તરફ્થી માને ખબર મિલી હા કા તુમારેમાં વાદવિવાદ પડ્યા હા. 12 એટલે મારે કવાણો અર્થ ઓ હા કા, તુમારેમાંણો કોઇ કય કા, હાય પાઉલણે હામ;' કોઈ કય કા, 'હાય આપોલસણે હામ' કોઈ કય કા, 'હાય તે કેફાણે હામ;' ને કોઈ કય કા, 'હાય ખ્રિસ્તણે હામ.''' 13 ખ્રિસ્તણે ફાગ હોવે કા? ને પાઉલ તુમારે માટે વદસ્તંભ જડાયો હા? ને તુમે પાઉલણે નામે બાપ્તિસ્મા પામીએ હા? 14 હાય ઈશ્વરણે સ્તુતિ કરતો હામ કા, ક્રિસ્પસ ને ગાયસ સિવાય મયે તુમારેમાંણહાય કોયણે બાપ્તિસ્મા કદ નાથ. 15 ફલેની એહ ની હોવે કા તુમે મારે નામે બાપ્તિસ્મા પામીને હોતને. 16 વલી સ્તેફનણે કુટુંબણે ફણ મયે બાપ્તિસ્મા કદંન હા; હીયા સિવાય મયે કોઈ બીજાણે બાપ્તિસ્મા આપ્ચ કાયની હા, તીયાણે માને ખબર કાયની હા. 17 કારણ કા બાપ્તિસ્મા કરને કાયની, ફણ સુવાર્તા પ્રગટ કરને હારું, ખ્રિસ્તે માને મોકીનો હા; હી કામ વિદ્વતાથી ફરીને પ્રવચનથી કાયની, એહે ની હોવે કા ખ્રિસ્તણે વદસ્તંભ નિરર્થક હોય. 18 કેહે કા નાશ પામનારાહાય તે વદસ્તંભણે વાત તે મુર્ખતા જેવી નાગતી હા; ફણ આમે ઉદ્ધાર પામનારાહાય તે ઇશ્વરણે સામર્થ્ય હા. 19 કેહે કા નખીન હા કા, 'હાય જ્ઞાનીઓણેને ડહાપણને નાસ કરી ને બુધ્ધિમાનીહી બુધ્ધિણે નિરર્થક કરહિ." 20 જ્ઞાની કા હા? ને શાસ્ત્રી કા હા? ને ઈયા જમાનાણે વાદવિવાદ કરનારે કા હા? ને ઇશ્વરે જગતણે ડહાપણને મૂર્ખતા ઠરાવી કાયની હા? 21 કેહે કા જિયા ઇશ્વરે પોતાણે જ્ઞાન પ્રમાણે નિર્માણ કદ હા તેહે જગતે પોતાણે જ્ઞાન વડે ઇશ્વરને ઓલખિયો કાયની હા, તિયા જગતે તિયાણે મુર્ખ ગણતે હા તે સુવાર્તા પ્રગટ કરવા દ્વારા વિશ્વાસ કરનારાહાય ઉધ્ધાર કરવાણા ઇશ્વરણે પસંદ પયળ. 22 યહુદીઓ ચમત્કારી ચિન્હ માગતે હા ને ગ્રીક માણેહે જ્ઞાન હેદતેહ હા. 23 ફણ આમે તે વદસ્તંભે જડાયનો ખ્રિસ્તણે પ્રગટ કરતે હામ, તી તે યહૂદીઓણે અવરોદ રુપ હા ને ગ્રીક માણહાય મૂર્ખતા રુપ નાગત હા. 24 ફણ જિણહાય તેડવામાં આવને, પુઠી તી યહુદી હોય કા ગ્રીક હોય, તીણહાય તે ખ્રિસ્ત હેજ ઇશ્વરણે સામર્થ ને ઇશ્વરણે જ્ઞાન હા. 25 કારણ કા માણહાયણે જ્ઞાન કરતા ઇશ્વરણે મુર્ખતામાં વિશેષ જ્ઞાન હા, ને માણહા ણે શક્તિ કરતા ઇશ્વરણે નિર્બળતામાં વિશેષ શક્તિ હા. 26 ફાવાહાય, ઇશ્વરણે તુમાહાય હાદવામાં લક્ષમાં રાખા કા, માનવીય થોરણ પ્રમાણે તુમારેમાંણે ખણે જ્ઞાની કાયની હોતને, ને પરાક્રમી નાથ હોતને, ને ઉચ્ચ કુળમાં જન્મીને કાયની હોતને. 27 ફણ ઇશ્વરણે જ્ઞાનથી હરમાવણે હારું દુનિયાણે મુખોંણે ને શક્તિમનોહોય હરમાવણે હારું દુનિયાણે નિર્બળોહી પસંદ કરવામાં આવે. 28 ફણ જી મોટે માનતે હા તિણાહાય ની જેવે કરવા ફાગુ ઈશ્વરે દુનિયાણે અકુલીનોહી, ને ધિક્કાર પામીને, ને જી કાય વિસાતમાં કાયની હા તીણાહાય પસંદ કરવામાં આવે. 29 કા, કોઈ માણહ ઇશ્વરણે આગાલ અભીમાન ની કરે. 30 ફણ ઇશ્વરણે કૃપાથી તુમે ઈસુ ખ્રિસ્તમાં હા, તી તે ઇશ્વરણે તરફથી આપળે બદાહાય ફાગ જ્ઞાન, ને ન્યાયીપણુ ને પવિત્રતા ને ઉધ્દ્રાર હોવી હા; 31 નખીન હા કા, 'જી કોઈ ગર્વ કરે તી પ્રભુમાં ગર્વ કરવા જોજે.''''