શિષ્યો તિબેરિયાસ સમુદ્રને કાંઠે હતા જ્યારે ઇસુએ તેમને ફરીથી દર્શન દીધું
સિમોન પિતર, થોમા, જે દિદુમસ કહેવાતો હતો, ગાલીલના કાનાનો નથાનીએલ, ઝબદીના દીકરાઓ અને ઈસુના બીજા બે શિષ્યો તિબેરિયાસ સમુદ્રએ હતા.
આ શિષ્યો માછલી પકડવા ગયા હતા પણ તેઓ આખી રાત કંઈ પકડી શક્યા નહોતા.
ઇસુએ શિષ્યોને હોડીની જમણી તરફ જાળ નાંખવાનું કહ્યું અને તેઓને માછલી મળશે.
તેઓ પોતાની જાળો ખેંચી શક્યા નહીં કારણકે તેમાં ઘણી બધી માછલીઓ હતી.
તેણે પોતાનો ડગલો પહેર્યો અને તે સમુદ્રમાં કૂદી પડ્યો.
બીજા શિષ્યો હોડીમાં રહીને માછલીઓથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા કિનારે આવ્યા.
ઇસુએ તેના શિષ્યોને તેમણે પકડેલી માછલીઓમાંથી થોડી લાવવાનું કહ્યું.
મરી ગયેલામાંથી પાછા ઉઠ્યા પછી ઇસુએ તેના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું હતું.
ઇસુએ સિમોન પિતર ને પૂછ્યું કે શું તે તેઓના કરતાં ઇસુ પર વધારે પ્રેમ રાખે છે?
જ્યારે પિતરને ત્રીજી વાર પુછવામાં આવ્યું, પિતરે જવાબ આપ્યો, “પ્રભુ તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું તે તું જાણે છે.”
ત્રીજી વાર, ઇસુએ તેને કહ્યુ, “મારા ઘેટાંને પાળ.”
ઇસુએ સિમોન પિતરને કહ્યું કે જ્યારે તે ઘરડો થશે, ત્યારે તે પોતાનો હાથ લાંબો કરશે, અને બીજો કોઈ તેને બાંધીને તે જ્યાં જવા ઇચ્છતો નહીં હોય ત્યાં તેને લઈ જશે.
પિતર કયા પ્રકારના મોતથી દેવનો મહિમા પ્રગટ કરશે, તે સૂચવતા ઇસુએ તેમ કહ્યું.
પિતરે ઇસુને પૂછ્યું, “પ્રભુ, તે માણસનું શું થશે?”
ઇસુએ પિતરને કહ્યું, “તું મારી પાછળ આવ.”
જે શિષ્ય પર પ્રભુ પ્રેમ રાખતો હતો તેણે આ પુસ્તક લખ્યું અને સાક્ષી આપી કે આ પુસ્તકમાં લખેલી વાતો સાચી છે.