ઇસુ ખરો દ્રાક્ષવેલો છે.
બાપ દ્રાક્ષવેલનો માળી છે.
જે ડાળીઓ ફળ આપતી નથી તેને બાપ કાપી નાંખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તેને શુધ્ધ કરે છે.
ઇસુએ જે વચનો શિષ્યોને કહ્યા તેને કારણે તેઓ શુધ્ધ છે.
આપણે ડાળીઓ છીએ.
ફળ આપવા માટે તમારે ઇસુમાં રહેવું જ જોઈએ.
જો કોઈ ખ્રિસ્તમાં રહેતો નથી, તો તેને ડાળીની જેમ ફેંકી દેવામાં આવે છે, તે સુકાઈ જાય છે અને પછી તેને બાળી નાંખવામાં આવે છે.
આપણે ઇસુમાં રહેવું જોઈએ અને તેના વચનો આપણાંમાં રહેવા જોઈએ. તો જ જે કંઇ આપણે ચાહીએ, તે આપણે વાસ્તે કરવામાં આવશે.
જ્યારે આપણે ઘણા ફળ આપીએ છીએ અને જ્યારે આપણે ઈસુના શિષ્યો હોઈએ છીએ ત્યારે બાપ મહિમાવાન થાય છે.
આપણે તેમની આજ્ઞાઓ પાળવાની છે.
કોઈનો પ્રેમ આના કરતાં મોટો ન હોય શકે, કે તે પોતાના મિત્રોને સારું પોતાનો જીવ આપે.
આપણે ઈસુના મિત્રો છીએ જો આપણે તેણે આપણને જે બાબતો કરવાની કહી તે કરીએ તો.
તેણે તેમને મિત્રો કહ્યા, કારણકે તેણે તેમને એ બધી વાતો જણાવી હતી જે તેણે તેના બાપ પાસેથી સાંભળી હતી.
જેઓ ઇસુની પાછળ ચાલે તેમનો જગત દ્વેષ કરે છે કારણકે તેઓ આ જગતના નથી અને કારણકે ઇસુએ તેમને આ જગતમાંથી પસંદ કર્યા છે.
જગતને તેમના પાપ માટે કોઈ બહાનું નહીં રહે કારણકે ઇસુ આવ્યા અને તેમની મધ્યે એવા કામો કર્યા જે કોઈએ કર્યા નથી.
સંબોધક, જે સત્યનો આત્મા છે, તે ઇસુ સંબંધી સાક્ષી આપશે.
સંબોધક, જે સત્યનો આત્મા છે, તે ઇસુ સંબંધી સાક્ષી આપશે.
તેઓ ઇસુ વિષે સાક્ષી આપશે કારણકે તેઓ શરૂઆતથી જ ઇસુ સાથે હતા.